રાજ્યસભા માટે સુધા મૂર્તિના નામ પર મહોર, કોણ છે સુધા મૂર્તિ?

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Sudha Murty : રાજ્યસભામાં નામાંકિત કરાતા સુધા મૂર્તિએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે હાલ તે ભારતમાં નથી પરંતુ આ તેના માટે મહિલા દિવસ પર મોટી ભેટ છે.

આ પણ વાંચો – મહાત્મા મંદિર ખાતે યોજાશે “યુવા સાંસદ – 2024”

PIC – Social Media

Sudha Murty : ઇન્ફોસિસ (Infosys)ના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિ (Narayan Murty)ની પત્ની અને પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિને રાજ્યસભા (Rajyasabha) માટે નામાંકિત કરાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર આ વાતની જાણકારી આપી છે. જણાવી દઈએ કે સુધા મૂર્તિ (Sudha Murty) ઇન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ પણ છે.

પીએમએ X પર લખ્યું, “મને ખુશી છે કે ભારતના રાષ્ટ્રપતિએ સુધા કૃષ્ણમૂર્તિને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અજોડ અને પ્રેરણાદાયી રહ્યું છે. રાજ્યસભામાં તેણીની હાજરી એ આપણી ‘નારી શક્તિ’ માટે એક શક્તિશાળી પ્રમાણપત્ર છે, જે આપણા દેશના ભાગ્યને ઘડવામાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનું ઉદાહરણ આપે છે. હું તેમને સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સુધા મૂર્તિએ ખુશી વ્યક્ત કરી

સુધા મૂર્તિએ રાજ્યસભા માટે નામાંકિત થવા પર ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે તે અત્યારે ભારતમાં નથી પરંતુ મહિલા દિવસ પર તેના માટે આ એક મોટી ભેટ છે. દેશ માટે કામ કરવું એ નવી જવાબદારી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કોણ છે સુધા મૂર્તિ?

તમને જણાવી દઈએ કે સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન હોવાની સાથે શિક્ષક અને લેખક પણ છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે. તેમનો જન્મ 19 ઓગસ્ટ 1950ના રોજ શિગાંવમાં થયો હતો. તેણે 1978માં ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ સાથે લગ્ન કર્યા. તેઓને એક પુત્રી અક્ષરા મૂર્તિ (Akshra Murty) છે, જે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની પત્ની છે. સુધા મૂર્તિના પુત્રનું નામ રોહન મૂર્તિ (Rohan Murty) છે. 74માં પ્રજાસત્તાક દિવસના અવસર પર તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.