દીકરીનું ભવિષ્ય કરો સુરક્ષિત, આ સ્કિમમાં મળશે 70 લાખ રૂપિયા

ખબરી ગુજરાત બિઝનેસ

Sukanya Samriddhi Yojana : દીકરીના ઉચ્ચ અભ્યાસ અને લગ્ન માટેની રૂપિયા જમા કરવામાં સુકન્યા સમૃદ્ધિ યોજના ખૂબ સારૂ કામ કરી રહી છે. તમે પોતાની દીકરીના 10 વર્ષ પૂરા થાય તે પહેલા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તેનું એકાઉન્ટ ખોલાવી શકો છો.

આ પણ વાંચો : રામભદ્રાચાર્યએ નિતિશ કુમાર પર કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું?

PIC – Social Media

Sukanya Samriddhi Yojana : ભારતમાં માતા પિતાના પોતાના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે અવનવી યોજનામાં રોકાણ કરતા હોય છે. બાળકોના અભ્યાસ અને લગ્નમાં મોટી રકમની જરૂર પડતી હોય છે. મોંઘવારીના જમાનામાં જો તમે તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગતા હો તો તમે તેનું ખાતુ એક સરકારી યોજનામાં ખોલાવી શકો છો. આ સ્કીમ એટલે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana), આ સ્કીમમાં થોડું થોડું રોકાણ કરી તમે પોતાની દીકરીના ઉચ્ચ અભ્યાસ અને લગ્ન માટે સારી એવી રકમ ભેગી કરી શકો છો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રોકાણકાર પોતાની દીકરીની ઉંમર 10 વર્ષ થાય તે પહેલા સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં તેનુ ખાતુ ખોલાવી શકે છો. એક પરિવારમાં માત્ર 2 દિકરીઓ માટે જ સુકન્યા સમૃદ્ધિ યોજાનામાં ખાતુ ખોલાવી શકો છો. જુડવા કે ત્રણ બાળકો એક સાથે હોવાના કેસમાં 2થી વધુ ખાતા ખોલાવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતુ ખોલાવાથી વધુમાં વધુ 15 વર્ષ પૂરા થાય ત્યાં સુધી રોકાણ કરી શકાય છે. કોઈ રોકાણકાર પોતાની દીકરીના જન્મ બાદ તરત ખાતુ ખોલાવે, તો તે 15 વર્ષ સુધી રોકાણ કરી શકે છે. ત્યાર બાદ 6 વર્ષનો લોક ઇન પિરિયડ હોય છે. તે દરમિયાન રોકાણ કરવાનું રહેતું નથી. પરંતું વ્યાજ મળતુ રહે છે. આ યોજનામાં દીકરીના 18 વર્ષ થવા પર મેચ્યોરિટી રકમના 50 ટકા રૂપિયા ઉપાડી શકાય છે. બાકીની રકમ દીકરીની ઉંમર 21 વર્ષની થવા પર ઉપાડી શકાય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ રીતે ભેગું થશે 70 લાખનું ફંડ

Sukanya Samriddhi Yojanaમાં હાલ 8.2 ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં તમે એક નાણાકિય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો. તમે આ રોકાણ હપ્તામાં કે એકસાથે કરી શકો છો. માનો કે તમે વર્ષ 2024માં પોતાની દીકરીની 1 વર્ષની થયે સુકન્યા સમૃદ્ધિ યોજાનામાં ખાતુ ખોલાવો છો. જો તમે દરેક નાણાકીય વર્ષમાં દોઢ લાખ રૂપિયા એકાઉન્ટમાં નાખો છો. તો તમે વર્ષ 2045માં મેચ્યોરિટીના સમયે કુલ 69,27,578 રૂપિયા મેળવી શકશો. તેમાં તમારા દ્વારા રોકાણ કરેલી રકમ 22,50, 000 હજાર હશે. જ્યારે વ્યાજની આવક 46,77,578 રૂપિયા હશે.

આ પણ વાંચો : પંજાબ નેશનલ બેન્કના ગ્રાહકો માટે મહત્વના સમાચાર

ટેક્સમાંથી છૂટનો લાભ

રોકાણકાર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં (Sukanya Samriddhi Yojana) એક વર્ષમાં કરેલા 1.50 લાખ રૂપિયા સુધી રોકાણ પર ઇન્કમટેક્સ (Income Tax) મુક્તિનો લાભ લઈ શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના EEE સ્ટેટસ સાથે આવે છે. એટલે કે તેમા ત્રણ જગ્યાએ ટેક્સમાંથી મુક્તિ મળે છે. સુકન્યા સમૃદ્ધિ સ્કિમમાં રોકાણ કરેલી રકમ પર ટેક્સમાંથી મુક્તિ મળે છે. આ સ્કિમમાંથી કમાયેલું વ્યાજ પણ ટેક્સ ફ્રી હોય છે. તે સિવાય આ સ્કિમમાં મેચ્યોરિટીની રકમ પણ ટેક્સ ફ્રી હોય છે.