ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

Online Exam : સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive Exam)ની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગૌણ સેવા પસંદગી મંડળે (Gaun Seva Pasandgi Mandal) દ્વારા પરીક્ષાને લઈ મોટી જાહેરાત કરી છે. હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓ સંપૂર્ણપણે પેપરલેસ રહેશે. એટલે કે ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે.

આ પણ વાંચો : રામ રાખે એને કોણ ચાખે, 37 દિવસ બાદ કાટમાળ નીચેથી જીવતું નીકળ્યું બાળક

PIC – Socail Media

આ પણ વાંચો : MPથી પ્રેમિકા આવી પ્રેમીને મળવા ગુજરાતમાં, પ્રેમી ન આવતા મદદે આવી 181

ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. હવે પછી ઉમેદવારોએ પરીક્ષા કોમ્પ્યુટર પર જ આપવાની રહેશે. એટલે કે હવે પછી લેવાનાર પરીક્ષાઓ સંપૂર્ણપણે પેપરલેસ રહેશે. મળતી માહિતી અનુસાર એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ઉમેદવાર ઓનલાઈન પદ્ધતિથી પરિક્ષાના પેપર ભરી શકશે.

ઓનલાઈન લેવાશે બીટગાર્ડની પરીક્ષા

ગુજરાત ગૌણ સેવા પસંગદી મંડળ દ્વારા લેવામાં આવનાર બીટગાર્ડની પરીક્ષાથી જ આ પદ્ધતિની શરૂઆત કરવામાં આવશે. એટલે કે સૌથી પહેલા બીટગાર્ડની પરીક્ષામાં ઓનલાઈન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. આ પરીક્ષા એક અઠવાડિયા સુધી ચાલશે. તેમજ સાડા ચાર લાખ ઉમેદવાર ઓનલાઈન પદ્ધતિથી પરીક્ષા આપશે.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

આ કંપનીને સોંપાઈ જવાબદારી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન પરીક્ષા માટે એક એજન્સી નક્કી કરી છે. તે મુજબ TCS કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોપવામાં આવશે.