સેમસંગ ફ્રીમાં બદલી આપશે આ સ્માર્ટફોનની ડિસ્પ્લે

ખબરી ગુજરાત બિઝનેસ

Samsung Free Display Replacement: જો તમારા આ સ્માર્ટફોનની સ્ક્રીનમાં ગ્રીન લાઇન્સની સમસ્યા આવતી હોય, તો સેમસંગ મર્યાદિત સમય માટે ફ્રીમાં ડિસ્પ્લે બદલાવી આપવાની ઓફર આપી રહી છે.

આ પણ વાંચો – આ રાજ્યમાં ITI પાસ લઈ શકશે ગ્રેજ્યુએશનમાં એડમિશન

PIC – Social Media

Samsung Free Display Replacement: જો તમે સેમસંગનો સ્માર્ટફોન વાપરો છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. સેમસંગને બે પ્રિમિયમ સ્માર્ટફોન સિરીઝમાં ડિસ્પ્લેની અંદર ગ્રીન લાઇન્સની સમસ્યા આવી રહી છે. આ સ્માર્ટફોનમાં Samsung Galaxy S21 અને Samsung Galaxy S22 સિરીઝનો સમાવેશ થાય છે. આ બંને સિરિઝના સ્માર્ટફોન્સની સ્ક્રીનમાં યુઝર્સને ગ્રીન લાઇન્સ જોવા મળી રહી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ફ્રીમાં ડિસ્પ્લે રિપ્લેસમેન્ટ

આ ગ્રીન લાઇન્સના લીધે યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સેમસંગના ઘણાં યુઝર્સ ગત વર્ષથી કેટલાક સ્માર્ટફોન્સની ડિસ્પ્લેમાં ગ્રીન લાઇન્સની ફરિયાદ કરી રહ્યાં છે. આ સમસ્યા મોટાભાગે સેમસંગના સુપર એમોલેડ ડિસ્પ્લે વાળા ફોનમાં આવી રહી છે. સ્ક્રીન પર આવતી આ ગ્રીન લાઇન્સને લઈ યુઝર્સને સ્માર્ટફોન વાપરતી વખતે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

દુનિયાભરના ઘણાં યુઝર્સની સાથે આવી સમસ્યાને કારણે સેમસંગે અમુક માર્કેટમાં વન ટાઇમ ફ્રી ડિસ્પ્લે રિપ્લેસમેન્ટ સર્વિસ આપવાનું શરૂ કરી દીધુ છે. સેમસંગ ગત વર્ષથી ભારતમાં પણ આ સર્વિસ આપી રહી છે. જો કે, ગત વર્ષે સેમસંગે Galaxy S20 અને Galaxy Note 20 સિરીઝના ફોનની ડિસ્પ્લે ફ્રીમાં બદલી આપવાનું કામ શરૂ કર્યું હતુ. પરંતુ આ વર્ષે Galaxy S21 અને S22 રિરીઝના ડિસ્પ્લેમાં પણ ગ્રીન લાઇન્સની સમસ્યા શરૂ થઈ ગઈ. એટલે હવે સેમસંગે આ બંને સિરીઝના ફોનની ડિસ્પ્લેને પણ ફ્રીમાં બદલી આપવાનો નિર્ણય કર્યો છે.

જાણો શું છે ડેડલાઇન

સેમસંગે ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ સિરીઝના તમામ ડિવાઇસમાં એક ફ્રી બેટરી અને કિટ રિપ્લેસમેન્ટ માટે ઓફર આપી છે. પરંતુ કંપનીએ આ ઓફર માટે એક ડેડલાઇન નક્કી કરી છે. ભારતીય યુઝર્સે કંપની તરફથી ફ્રીમાં ડિસ્પ્લે બદલવા માટે 30 એપ્રિલ 2024 સુધીમાં સેમસંગ સર્વિસ સેન્ટર પર જવુ પડશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગ્રાહક આ ઓફર અંતર્ગત પોતાના આખા ડિવાઈસને રીફર્બિશ્ડ એટલે કે ઠીક કરાવી શકે છે. તમે 30 એપ્રિલ સુધી પોતાના સેમસંગ ફોનને લઈ નજીકના સર્વિસ સેન્ટર જઈ શકો છો. જો તમે આ તારીખ પછી જશો તો તમારે ડિસ્પ્લે અને બેટરી બદલવા માટે પૈસા ખર્ચવા પડી શકે છે. જેથી જો તમારા ફોનમાં પણ આ પ્રકારની કોઈ સમસ્યા આવી રહી હોય તો તમે સેમસંગના સર્વિસ સેન્ટરે પહોંચી મફત સર્વિસનો લાભ લઈ શકો છો.