RR vs GT : સંજુ સેમસન માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ

ખબરી ગુજરાત રમતગમત

IPL 2024 GT vs RR : રાજસ્થાન રોયલ્સને ગુજરાતના ટાઇટન્સે તેના જ હોમ ગ્રાઉન્ડ પર 3 વિકેટે હાર આપી છે. તો બીજી બાજુ RRના કેપ્ટન સંજુ સેમસનને બીસીસીઆઈ તરફથી મોટો દંડ ફટકારાતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો – 11 April 2024 : જાણો, આજનું રાશિફળ

PIC – Social Media

રાજસ્થાન રોયલ્સની ટીમને આઈપીએલ 2024માં પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સના હાથમાંથી મેચ ઝૂંટવી લીધી છે. સંજૂ સેમસનની કેપ્ટનશીપમાં રાજસ્થાને આ સિઝનમાં શરૂઆતની ચારેય મેચમાં શાનદાર જીત પોતાને નામે કરી હતી. જ્યારે બીજી બાજુ પાંચમી મેચમાં તેને છેલ્લા બોલમાં 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. એટલુ જ નહિ અધુરમાં પૂરુ રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનને હાર બાદ વધુ એક આંચકો લાગ્યો છે. જેમાં તેને સ્લો ઓવર રેટના કારણે બીસીસીઆઈ તરફથી લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 196 રન બનાવ્યા હતા. બીજી બાજુ ગુજરાત ટાઇટન્સે છેલ્લા બોલ પર ચોકો મારી મેચની બાજી મારી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સંજુ સેમસનને ફટકાર્યો 12 લાખનો દંડ

ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મેચમાં રાજસ્થાનની ટીમ પોતાના નિશ્ચિત સમયમાં 20 ઓવર પૂરી કરી શકી નહોતી. જેના કારણે તે છેલ્લી ઓવરમાં 30 ગજના ઘેરા બહાર 5ની જગ્યાએ માત્ર 4 ફિલ્ડર લગાવી શક્યા હતા. મેચ પૂર્ણ થયા બાદ સંજુ સેમસનને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી સ્લો ઓવર રેટને લઈ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. રાજસ્થાન રોયલ્સની આ સિઝનમાં આ પ્રથમ ભૂલ છે. જો બીજી વાર ભૂલ થશે તો સંજુ સિવાય ટીમના અન્ય ખેલાડીઓને પણ દંડ ફટકારવામાં આવશે. જ્યારે ત્રીજી ભૂલ થાય તો સંજુને મેચમાં પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઓરેન્જ કેપની રેસમાં સંજુ ટોપ 5માં સામેલ

વરસાદને કારણે આશરે અડધો કલાક મેચ મોડી શરૂ થઈ હતી. રાજસ્થાન રોયલ્સને પ્રથમ બેટિંગ કરવાની તક મળી હતી. બંને ઓપનિંગ બેટ્સમેનોએ 42 રને બે વિકેટ ગુમાવી હતી. જ્યારે કેપ્ટન સંજુ સેમસન અને રિયાન પરાગ વચ્ચે ત્રીજી વિકેટ માટે 100થી વધુ રનની પાર્ટનરશીપ જોવા મળી હતી. સંજુએ આ મેચમાં 7 ચોકા અને 2 છક્કાની મદદથી 38 બોલમાં 68 રનોની અણનમ ઇનિંગ રમી હતી. પોતાની આ ઈનિંગના જોરે તે ઓેરેન્જ કેપની રેસમાં ચોથા નંબરે છે. આ સિઝનમાં તેના બેટમાંથી અત્યાર સુધીમાં 246 રન નીકળ્યા છે.