ચુંટણી ઢંઢેરો : અમારી સરકાર આવી તો, સસ્તો અને સારો દારુ ઉપલબ્ધ કરાવશુ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Loksabha Election 2024 : જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. તેમ મતદાતાઓને આકર્ષવા રાજકીય પાર્ટીઓ અવનવા વાયદાઓ કરી રહી છે. પરંતુ કેટલીક પાર્ટીએ તો હદ જ કરી નાખી છે. જી હા સાઉથની એક રાજકીય પાર્ટીએ લોકોને સસ્તા અને સારા દારુનો વાયદો કર્યો છે.

આ પણ વાંચો – RR Vs GT : સંજુ સેમસન માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ

PIC – Social Media

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ની સાથે આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. એવામાં મતદાતાઓને આકર્ષવા માટે રાજ્યના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુએ સસ્તા અને સારા દારુનો વાયદો કર્યો છે. તેઓએ કહ્યું કે અમારી સરકાર આવશે તો 40 દિવસમાં સસ્તો અને સારો દારુ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટીડીપીના ચુંટણી ઢંઢેરામાં પણ સસ્તા અને સારા દારુનો વાયદો કરવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ચંદ્રબાબુ નાયડુએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની નિંદા કરતા કહ્યું હતુ કે તેઓએ 2019માં રાજ્યમાં દારુબંધીનો વાયદો કર્યો હતો. પરંતુ સત્તામાં આવ્યાં બાદ તે ફરી ગયા. જન સેનાના નેતા અને અભિનેતા પવન કલ્યાણ પણ કહી ચુક્યા છે કે જો વાઇએસઆર પાર્ટીની સરકાર દ્વારા વેચાતો દારુ પીશો તો બિમાર પડશો.

ચંદ્રબાબુએ શું કહ્યું?

ચંદ્રબાબુ નાયડુ કુપ્પમથી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. અહી તેઓએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, 40 દિવસની અંદર તે દારુની ગુણવત્તા સારી કરવાની અને કિંમત ઓછી કરવાની જવાબદારી લે છે. તેઓએ કહ્યું કે અમારા નાના ભાઈઓની માંગ છે કે દારુની કિંમત ઓછી કરવામાં આવે. દારુ સહિત તમામ વસ્તુઓની કિંમત વધી ગઈ છે. જગન મોહન રેડ્ડીએ દારુની કિંમત 60 રૂપિયાથી 200 રૂપિયા સુધી પહોંચાડી દીધી છે અને 100 રૂપિયા પોતાના ખિસ્સામાં નાખે છે. આંધ્ર પ્રદેશમાં દારુનું વેચાણ સરકારી દુકાનોથી થાય છે. વાઇએસઆર કોંગ્રસે પાર્ટીની સરકારે આંધ્રમાં કથિત રીતે વર્ષ 2022-23માં એક્સાઇઝ રેવેન્યુ દ્વારા 24,000 કરોડ રૂપિયા મેળવ્યા હતા. 2019-20માં આ રક 17,000 કરોડ રૂપિયા હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દારુના વેપારીને ટિકિટ

ચંદ્રબાબુ નાયડુએ મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડીને ઓંગોલ લોકસભા સીટ પરથી ટિકિટ આપી છે. 4 વાર સાંસદ રહેલા મગુંતાનો દીકરો રાઘવ દિલ્હી દારુ નીતિ કેસમાં આરોપી હતો અને પછી સરકારી સાક્ષી બની ગયો. ત્યાર બાદુ તેને રાહત મળી છે. પરંતુ આ કેસમાં ફસાતા તે ચુંટણી લડી શક્યો નહિ. મગુંતા પરિવાર આશરે 7 દાયકાઓથી દારુના વેપાર સાથે જોડાયેલ છે. આ પરિવાર પાસે બાલાજી ડિસ્ટેલિરીઝ અને 2 અન્ય કંપનીઓ છે.