પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટના ENT વિભાગ (કાન,નાક,ગળાના વિભાગ) ખાતે છેલ્લા બે વર્ષથી જન્મથી બહેરા તથા મૂંગા બાળકોની સચોટ તપાસ અને ત્યારબાદ કાનનું કોક્લીયર ઈમ્પ્લાન્ટનું (Cochlear Implant Surgery) ઓપરેશન કરવામાં આવે છે.

Rajkot: રાજકોટમાં કોક્લીયર ઈમ્પ્લાન્ટ સર્જરી થકી 75 બાળકોને મળ્યું નવજીવન

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટના ENT વિભાગ (કાન,નાક,ગળાના વિભાગ) ખાતે છેલ્લા બે વર્ષથી જન્મથી બહેરા તથા મૂંગા બાળકોની સચોટ તપાસ અને ત્યારબાદ કાનનું કોક્લીયર ઈમ્પ્લાન્ટનું (Cochlear Implant Surgery) ઓપરેશન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં આ પ્રકારના 75 બાળકોના સચોટ નિદાન અને ઈમ્પ્લાન્ટના સફળ ઓપરેશન થકી તેમનો સામાન્ય જીવનમાં પ્રવેશ થયો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ સારવાર માટે સૌપ્રથમ બાળકોની સાંભળવાની શક્તિની પ્રાથમિક તપાસ સરકારી કાર્યક્રમ અંતર્ગત નિ:શુલ્ક રીતે કરવામાં આવે છે તથા સીટી સ્કેન અને એમ.આર.આઈ દ્વારા કાનની રચનાની અને મગજના વિકાસની તપાસ કરવામાં આવે છે.

સરકાર તરફથી કોકલીયર ઈમ્પ્લાન્ટના મશીનની ફાળવણી અને બાળકની સંપૂર્ણ શારીરિક તપાસ થયા બાદ બાળકોનું નિ:શુલ્કપણે ઈમ્પ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવે છે.

ઓપરેશન બાદ બાળકોને સ્પીચ થેરાપી વડે બોલવાની તાલીમ આપવામાં આવે છે. આ ઓપરેશન દ્વારા જન્મજાત મૂક-બધિર બાળકોને સાંભળવાની અને બોલવાની શક્તિ મળી છે તેમજ તેઓ તેમના સમકક્ષ અન્ય સામાન્ય બાળકોની જેમ જ સ્વાવલંબી બન્યા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ બાબતે વધુ માહિતી આપતા ડોક્ટર સેજલ મિસ્ત્રી જણાવે છે કે,જન્મજાત બહેરા તથા મૂંગા બાળકોનું નાની ઉંમરે નિદાન થાય અને વહેલી તકે ઓપરેશન થાય તથા સમાજમાં આ અંગે વધુને વધુ જાગૃતતા ફેલાય તે માટે પીડીયુ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી તથા ઇએનટી વિભાગ સતત કાર્યરત છે.

આ પણ વાંચો: ગોંડલમાં રાજાશાહી વખતના પુલ પર નહિ કરી શકાય વાહનોની અવર-જવર, જાણો શું છે કારણ

ત્યારે બાળકોના માતા-પિતા પણ આ અંગે જાગૃત બની વહેલી તકે હોસ્પિટલ તપાસ કરાવી જરૂરી સારવાર માટે એક કદમ આગળ આવે તો આ બાળકોને સામાન્ય જીવન આપવા તરફ પહેલ થશે તેમ તબીબી અધિક્ષક પી.ડી.યુ હોસ્પિટલ રાજકોટની યાદીમાં જણાવાયું છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.