બૌદ્ધ ધર્મ પરિવર્તન પહેલા સરકારની પૂર્વ મંજૂરી જરૂરી

ખબરી ગુજરાત ગુજરાત

Conversion of religion : હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ, જૈન કે શીખ ધર્મ પરિવર્તનને લઈ ગુજરાત સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ગુજરાત સરકાર અનુસાર હિન્દુમાંથી કોઈપણ ધર્મ અંગીકાર કરતી વખતે સરકારની મંજૂરી લેવી પડશે.

આ પણ વાંચો – લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણી માટે આજથી નામાંકન પત્રો ભરવાનું શરૂ

PIC – Social Media

Conversion of religion : ગુજરાતમાં વારે તહેવારે હિન્દુ ધર્મના લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરી ધર્મ પરિવર્તન કરતા હોય છે. જો કે તેને લઈ ગુજરાત સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. હવે જો કોઈ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરે તો તેને પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે. રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, “જો કોઈ એક વ્યક્તિ પોતાનો ધર્મ બદલીને હિન્દુ, બૌદ્ધ, શીખ અથવા જૈન ધર્મનો અંગીકાર કરે છે, તો તેમણે ગુજરાત સ્વાતંત્ર્ય અધિનિયમ 2003ની જોગવાઈ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે.”

શા માટે સરકારને જાહેર કરવો પડ્યો પરિપત્ર

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 8મી એપ્રિલે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું કે, ‘સરકારના ધ્યાનમાં આવ્યું છે કે નિયમો અનુસાર બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માટે અરજીઓ કરવામાં આવી રહી નથી. ગુજરાતમાં વારે તહેવારે આયોજિત કાર્યક્રમોમાં લોકોને બૌદ્ધ ધર્મ અપનાવવામાં આવતા હતા અને નિયમોનું પાલન થતું ન હતું. અરજદારો ક્યારેક એવું કહેતા જોવા મળ્યા હતા કે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માટે પહેલા મંજૂરીની જરૂર નથી.’

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બૌદ્ધ ધર્મ અલગ ધર્મ ગણવો

હિન્દુ ધર્મમાંથી શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે પરિપત્રમાં સ્પષ્ટ સુચના આપતા જણાવાયું છે, કે “ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ મુજબ બૌદ્ધ ધર્મને અલગ ધર્મ ગણવામાં આવશે. જે વ્યક્તિ અન્ય વ્યક્તિને હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ, શીખ અથવા જૈન ધર્મ અંગીકાર કરે છે તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટની પહેલા મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિએ જિલ્લા મેજિસ્ટ્રેટને નિયત ફોર્મેટમાં માહિતી આપવાની રહેશે.”