Junagadh:ઈલેક્ટ્રિકલ નેટવર્કમાં આધુનિકરણ અને સિસ્ટમ સુધારણા માટેની ભારત સરકારની રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ મોબાઈલમાં વપરાતા પ્રિપેડ કાર્ડની જેમ વીજ વપરાશ માટે પણ પ્રીપેડ વીજ મીટર લાવવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં આ માટે વીજતંત્ર દ્વારા આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

Junagadh: જૂનાગઢ જિલ્લામાં માર્ચ 2025 સુધીમાં પ્રિપેડ વીજ મીટર લગાવવામાં આવશે

ખબરી ગુજરાત ગુજરાત
Photo: Internet

Dinesh Rathod, Gujarat, Khabri media
Junagadh: ઈલેક્ટ્રિકલ નેટવર્કમાં આધુનિકરણ અને સિસ્ટમ સુધારણા માટેની ભારત સરકારની રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ મોબાઈલમાં વપરાતા પ્રિપેડ કાર્ડની જેમ વીજ વપરાશ માટે પણ પ્રીપેડ વીજ મીટર લાવવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં આ માટે વીજતંત્ર દ્વારા આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ સંદર્ભે અધિક્ષક ઇજનેર બી. ડી. પરમારે જણાવ્યું કે, કેન્દ્ર સરકારના આદેશ મુજબ માર્ચ-2025 સુધીમાં ખેતીવાડી સિવાયના બધા જ વીજ ધારકોને ત્યાં પ્રીપેડ વીજ મીટર લગાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

જેમાં પ્રથમ જિલ્લા તાલુકા કક્ષાની સરકારી કચેરીઓમાં આ પ્રિપેડ વીજ મીટર લગાવવામાં આવશે. જિલ્લામાં પ્રથમ તબક્કામાં 1,46,083 વીજ મીટર લગાવવાનું આયોજન છે. આ માટે જરૂરી ટેકનિકલ ફેરફારો પણ કરવામાં આવશે.

આ સિસ્ટમ મોબાઇલ એપ્લિકેશન આધારિત હશે

તેમણે જણાવ્યું કે, આ યોજના હેઠળ મોબાઈલના વપરાશ માટે જેમ સીમકાર્ડને રિચાર્જ કરાવવું પડે છે. તેવી જ રીતે વીજ વપરાશ માટે પણ રિચાર્જ કરાવવાનું રહેશે. આ સિસ્ટમ મોબાઇલ એપ્લિકેશન આધારિત હશે.

જેના મારફત ગ્રાહકો કયા વીજ ઉપકરણનો વધુ વપરાશ કરે છે તેની પણ જાણકારી મળી રહેશે. ઉપરાંત ગ્રાહકોને બિલ ભરવા માટે લાઈનમાં ઉભા રહેવાથી પણ મુક્તિ મળશે. આમ, ગ્રાહકોનો કિંમતી સમય પણ બચશે.

આ પણ વાંચો: Rajkot: BLO તરીકેના સામૂહિક રાજીનામાની ચીમકી સાથે શિક્ષકોએ આપ્યું આવેદન, જાણો કારણ

રિચાર્જ પૂર્ણ થયે હેપ્પી અવર્સ દરમિયાન એટલે કે રાત્રિના અને તહેવારોના સમય માટે વીજ પુરવઠો બંધ નહીં કરવામાં આવે. તેમજ ગ્રાહકોને રિચાર્જ સંબંધી સહિતની એસએમએસ દ્વારા પણ જરૂરી જાણકારી આપવામાં આવશે. અધિક્ષક ઇજનેર બી. ડી. પરમારે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં અધિકારીઓને આ યોજનાથી અવગત કર્યા હતા.