Rajkot News: શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્યની સાથે ચૂંટણીલક્ષી કામગીરી પણ કરવાની હોય છે. જેમાં તેઓ ખાસ કરીને BLO એટલે કે બુથ લેવલ ઓફિસર તરીકેની કામગીરી વધુ પ્રમાણમાં કરતા હોય છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય દરેક ચૂંટણીઓમાં શિક્ષકો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર તાલુકા શિક્ષક સંઘ દ્વારા BLOની કામગીરીમાં પ્રાપ્ત થયેલ રજાઓમાં થયેલ અન્યાયને લઈને આજે જેતપુર મામલતદારને એક આવેદપત્ર આપવામાં આવ્યું હતું.

Rajkot: BLO તરીકેના સામૂહિક રાજીનામાની ચીમકી સાથે શિક્ષકોએ આપ્યું આવેદન, જાણો કારણ

ખબરી ગુજરાત ગુજરાત

Dinesh Rathod, Gujarat, Khabri media
Rajkot News: શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્યની સાથે ચૂંટણીલક્ષી કામગીરી પણ કરવાની હોય છે. જેમાં તેઓ ખાસ કરીને BLO એટલે કે બુથ લેવલ ઓફિસર તરીકેની કામગીરી વધુ પ્રમાણમાં કરતા હોય છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય દરેક ચૂંટણીઓમાં શિક્ષકો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર તાલુકા શિક્ષક સંઘ દ્વારા BLOની કામગીરીમાં પ્રાપ્ત થયેલ રજાઓમાં થયેલ અન્યાયને લઈને આજે જેતપુર મામલતદારને એક આવેદપત્ર આપવામાં આવ્યું હતું.

જેતપુર તાલુકા શિક્ષક સંઘ દ્વારા આપવામાં આવેલ આવેદન પત્રમાં નીચે મુજબની લેખિત બાબત જણાવવામાં આવી હતી

જય ભારત સાથ જણાવવાનું કે છેલ્લા પણા સમયથી BLOની પ્રાપ્ત રજા બાબતે અન્યાય થયો છે. વધુમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં કામના દિવસો સામે 2/3 (50%) રજાઓ મંજુર કરેલ છે. આપણે અહીં TPEO-જેતપુર દ્વારા 1/3 રજાઓ મંજુર કરવાનું જણાવે છે જે અન્યાય કરતા છે. વધુમાં રાજકોટ-DPEOએ સ્પષ્ટ જણાવેલ છે કે 2/3 (50%) લેખે રજાઓ મંજુર કરી સમગ્ર જિલ્લામાં એકસૂત્રતા જાળવવી. એવી લેખિત અને ટેલિફોનિક સૂચના TPEO-જેતપુરને મંજુર કરવાનું જણાવેલ છે.

આ પણ વાંચો: ગૃહમંત્રી અમીત શાહે તેમના સંસદીયની મતવિસ્તાર કરી મુલાકાત, કર્યા વિકાસના કામોના શિલાન્યાસ
એમ છતાં એ પ્રમાણે રજાઓ TPEO-જેતપુર દ્વારા મંજુર ન કરીને શિક્ષકો BLOને અન્યાય થઇ રહ્યો છે. આવા સમયે ચૂંટણીલક્ષી કામગીરી કેમ કરવી કે જેમાં શિક્ષકોને અન્યાય થઇ રહ્યો હોય. અમારી આપ સાહેબને વિનંતી કે આપ યોગ્ય રજૂબાત કરી ઉકેલ લાવવા પ્રયત્ન કરશો. અમારા આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહિ આવે તો અમો ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર તેમજ BLO તરીકેના સામુહિક રાજીનામાની ફરજ પડશે જેની આપ સાહેબ નોંધ લેશો.

આવેદનપત્ર આપતી વખતે શિક્ષકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.