હવામાન વિભાગની આગાહીએ ફરી ખેડૂતોની ચિંતા વધારી

ખબરી ગુજરાત ગુજરાત

Gujarat Weather Update : હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યના વાતાવરણને લઈ ફરી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન સુકુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી બાજુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી (Rain) ઝાપટા પડી શકે છે.

આ પણ વાંચો : ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર

PIC – Social Media

25 થી 27 નવેમ્બર દરમિયાન પડેલા ભારે કમોસમી વરસાદે વ્યાપક રીતે રાજ્યમાં નુકસાન કર્યું છે. ખેડૂતોનો ઊભો પાક બગડી ગયો છે તો કેટલાક ઉદ્યોગ ધંધાઓને પણ નુકસાન થયું હતુ. વિજળીના કારણે ઘણા લોકોએ જીમ પણ ગુમાવ્યો હતો. ત્યારે હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદનું અનુમાન છે. તો ઠંડીમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Vadodara: પત્નીનો ગુસ્સો પોલીસ પર, ફોન કરી પોલીસને આપી ગાળો

હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરતા જણાવ્યું કે, ગુરૂવાર અને શુક્રવારે રાજ્યના કેટલાક જિલ્લામાં માવઠું થઇ શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી સહિતના જિલ્લામાં માવઠાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદની સાથે ઠંડીનો પ્રકોપ પણ વધશે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં લુઘતમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડે તેવું અનુમાન છે.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.