Chhattisgarh Election 2023: કોંગ્રેસે જાહેર કર્યું ઘોષણા પત્ર

ખબરી ગુજરાત રાજકારણ રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat:

Chhattisgarh Election 2023: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ રવિવારે ઘોષણા પત્ર જાહેર કર્યું. ઘોષણા પત્ર જાહેર કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું, કે તેની સરકાર આવશે તો રાજ્યમાં અનુસુચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગ, સામાન્ય વર્ગ અને અલ્પસંખ્યકોની જાતિ આધારિત જનગણના કરાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું, કે તેનાથી તે જાતિઓની રાજકીય લાભ સિવાય સરકારને તેમના માટે વિશેષ યોજના બનાવી તેમને સામાજિક અને આર્થિક લાભ પણ આપશે.

આ પણ વાંચો : ગરીબોને મળશે પાંચ વર્ષ સુધી મફત રાશન, વડાપ્રધાને કરી જાહેરાત

તેઓએ કહ્યું, કે જાતિ આધારિત વસ્તીગણતરી ખૂબ જ જરૂરી છે. CMએ કહ્યું, કે રાજ્યમાં પહેલાની જેમ આ વખતે પણ ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. તેની સાથે 20 ક્વિન્ટલ પ્રતિ એકર અનાજની ખરીદી પણ કરવામાં આવશે. તેના માટે વેચાણ દર 3200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે.

રાજ્યના લોકોને 200 યૂનિટ સુધીનું વિજળી બિલ ફ્રી હશે. ગેસ સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે. તે સિવાય 17.5 લાખ ગરીબ પરિવારોને આવાસ આપવામાં આવશે. જ્યારે શિક્ષણને લઈ મોટી જાહેરાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર બનશે તો તમામ સરકારી સ્કુલો-કોલેજોમાં કેજીથી લઈ પીજી સુધીનો અભ્યાસ મફત થશે.

આ પણ વાંચો : Israel-Hamas War: યુદ્ધને લઈ પ્રિયંકા ગાંધી ભડકી, કહ્યું…

કોંગ્રેસના ઘોષણા પત્રની મુખ્ય જાહેરાત

રાજ્યની તમામ સરકારી સ્કુલોને સ્વામી આત્માનંદ સ્કુલ બનાવી દેવાશે.
દુર્ઘટનામાં ઘાયલ થનારની સરવાર મફતમાં થશે.
પરિવહન વ્યવસાયકારોનું દેવું માફ કરવામાં આવશે.
યુવાનોને ઉદ્યોગ વ્યવસાય લોનમાં 50 ટકાની સબસિડી આપવામાં આવશે.
અંતિમ સંસ્કાર માટે સરકાર લાકડાની વ્યવસ્થા કરશે.
રાજ્યમાં 700 નવા ગ્રામ ઉદ્યોગિક પાર્કની સ્થાપના કરવામાં આવશે.
ભૂમિહીનોને દર વર્ષે 10 હજાર રૂપિયામાં આવશે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

મુખ્યમંત્રીએ કહ્યું, કે તેમની સરકાર ડો. ખૂબચંદ બઘેલ સ્વાસ્થ્ય સહાય યોજના અંતર્ગત અત્યાર સુધી સારવાર માટે 5 લાખ રૂપિયાના બદલે 10 લાખ રૂપિયા સુધી આપવામાં આવશે. સાથે જ ગીરીબી રેખાથી ઉપરના પરિવારોને 50 હજારના બદલે હવે 5 લાખ રૂપિયા સુધીની સહાય રકમ આપવામાં આવશે.