ઓટો મેન્યુફેક્ચરિંગને લઈ નિતિન ગડકરીએ આપ્યું મોટુ નિવેદન

ખબરી ગુજરાત બિઝનેસ

Indian Automobile Industry: ઓટો મેન્યુફેક્ચરિંગને લઈ નિતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે ભારત આગામી પાંચ વર્ષમાં નંબર 1 ઓટો મેન્યુફેક્ચરિંગ હબ બની જશે.

આ પણ વાંચો : જાણો, કઈ રીતે માત્ર 3 જ મહિનામાં 27 વર્ષનો યુવાન બન્યો અબજપતિ?

PIC – Social Media

Indian Automobile Industry: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, નીતિન ગડકરી (Nitin Gadkari)એ તાજેતરમાં કહ્યું હતું કે, ભારત 2029 સુધીમાં વિશ્વનું નંબર વન ઓટોમોબાઈલ ઉત્પાદન હબ (Automobile Manufacturing hub) અને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. કારણ કે આગળ જતાં સરકારનું ધ્યાન વિશ્વ કક્ષાનું રોડ નેટવર્ક બનાવવા અને વૈકલ્પિક ઇંધણ તરફ આગળ વધવા તેમજ દેશમાં લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા પર રહેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઓટો ઈન્ડસ્ટ્રી (Automobile Industry)ની ક્ષમતા વિશે વાત કરતાં ગડકરીએ કહ્યું કે, તમામ ઉત્પાદનોની સાથે સાથે મોટા ઉત્પાદકો પણ દેશમાં હાજર છે. આ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રને બહુમતી તાકાત આપશે, આપણે આત્મનિર્ભર ભારત બનીશું અને આપણે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશુ.

તેમણે કહ્યું કે તેમનું ધ્યાન ભારતીય રસ્તાઓની ગુણવત્તા સુધારવા તેમજ દેશમાં લોજિસ્ટિક્સ ખર્ચને એક અંકમાં લાવવા માટે વૈકલ્પિક ઇંધણ તરફ સ્વિચ કરવા પર રહેશે. આ સિવાય તેમણે કહ્યું કે 2024ના અંત સુધીમાં દેશનું નેશનલ હાઈવે નેટવર્ક અમેરિકાના રોડ નેટવર્કની બરાબર થઈ જશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ચાલી રહેલા કામો વિશે વાત કરતા ગડકરીએ કહ્યું કે તેમનું મંત્રાલય 36 એક્સપ્રેસવે બનાવી રહ્યું છે, જેનાથી દિલ્હી અને દેહરાદૂન વચ્ચેનો પ્રવાસ સમય બે કલાક, દિલ્હી અને જયપુર વચ્ચે બે કલાક, દિલ્હીથી મુંબઈ વચ્ચે 12 કલાકનો ઘટાડો થશે. ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચેનો મુસાફરીનો સમય પણ ઘટીને બે કલાક થઈ જશે અને બેંગલુરુથી મૈસુરની મુસાફરી માત્ર એક કલાકમાં પૂર્ણ થઈ શકશે. જ્યારે દિલ્હી અને ચેન્નાઈ વચ્ચેનું અંતર 320 કિમી ઘટી જશે. તેમણે કહ્યું કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસે AAA રેટિંગ છે અને ફંડની કોઈ અછત નથી.

આ સિવાય તેમણે કહ્યું કે સરકાર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે મળીને પાણીપતમાં એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જ્યાં ચોખાના સ્ટ્રોમાંથી દરરોજ 100,000 લિટર ઇથેનોલ, 150 ટન બાયો-બિટ્યુમેન અને 76,000 ટન બાયો-એવિએશન ઇંધણનું ઉત્પાદન કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : OTT કન્ટેન્ટને લઈ અનુરાગ ઠાકુરની ચેતવણી, જાણો શું કહ્યું?

ગડકરીના જણાવ્યા અનુસાર, ઈંધણમાં ફેરફાર અને સારા રસ્તાઓ બનાવવાને કારણે, 2024ના અંત સુધીમાં અમારી લોજિસ્ટિક્સ કિંમત સિંગલ ડિજિટમાં (લગભગ 9%) હશે. જેના કારણે આપણી નિકાસ ઓછામાં ઓછી દોઢ ગણી વધી જશે. જે મારા માટે સૌથી મહત્વની બાબત હશે.