વધુ એક બોલિવુડ સ્ટારનો સાપ સાથે વિડિયો વાયરલ, આ વખતે તો…

ખબરી ગુજરાત મનોરંજન

Jagdish, Khabri media Gujarat

Mumbai : બિઝનેસમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નિતા અંબાણી (Neeta Ambani) ની દિકરી ઈશા અંબાણી Isha Ambani અને તેના જમાઈ આનંદ પીરામલે (Anand Piramal) થોડા દિવસો પહેલા એક પાર્ટીનું આયોજન કર્યું હતુ. આ પાર્ટી ઈશા અને આનંદના ટ્વિન્સ બાળકો કૃષ્ણા અને આદિયાના પહેલા જન્મદિવસ (BirthDay Party) નિમિતે રાખવામાં આવી હતી. 18 નવેમ્બરે બંને બાળકો 1 વર્ષના થયા છે. અંબાણીની પાર્ટીમાં મોટી મોટી હસ્તિઓ સામેલ થઈ હતી. આ દરમિયાન સુપરસ્ટાર શાહરુખ ખાન (Shahrukh Khan) પણ પાર્ટીમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો : 8 દિવસથી સુરંગમાં ફસાયેલા મજુરોને બચાવવા મહાઅભિયાન

ત્યારે શાહરુખના એક ફેન્સે સોશિયલ મીડિયા (Social Media) પર એક વિડિયો શેઅર કર્યો છે. જેમાં શાહરુખ ખાન અનંત અંબાણી સાથે જોવા મળી રહ્યાં છે. આ વિડિયોને લઈ લોકોમાં ભારે ચર્ચા છે. વિડિયોમાં અનંત અંબાણી પાર્ટીમાં શાહરુખ ખાન આવતા જ તેની પાસે જાય છે અને તેમના હાથમાં એક સાપ પકડાવી દે છે. જો કે આ સાપને પકડતી વખતે તે બિલકુલ ગભરાતા નથી. કિંગ ખાનને જોતા લાગી રહ્યું છે કે તેઓ ઈન્જોય કરી રહ્યાં છે.

આ પણ વાંચો : જાણો, 19 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

તે દરમિયાન એક શખ્સ શાહરુખ ખાનના ખંભા પર પણ એક સાપ મુકી દે છે. હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. તેમજ શાહરૂખના આ બેબાક અંદાજને લઈ ફેન્સમાં પણ તેના દિવાના થઈ ગયા છે. આપને જણાવી દઈએ કે શાહરુખ ખાન સિવાય આ પાર્ટીમાં કેટરિના કૈફ, કરિશ્મા કપૂર, અનન્યા પાંડે, આદિત્ય રોય કપૂર અને કરણ જૌહર પોતાના બંને બાળકો સાથે પાર્ટીમાં ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે, કે આ પહેલા યુટ્યુબર એલ્વિશ યાદવનો સાપ સાથે વિડિયો વાયરલ થયો હતો, જેને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે વધુ એક સેલિબ્રિટી સાપ સાથે મળતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.