જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation)ની સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક ચેરમેનના અઘ્યક્ષસ્થાને મળી હતી.

Jamnagar: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. 51 કરોડના કામો મંજુર

અજબ ગજબ ખબરી ગુજરાત

Dinesh Rathod, Gujarat, Khabri media
Jamnagar: જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation)ની સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક ચેરમેનના અઘ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના પત્ર અન્વયે 1404 આવાસ યોજનાના આવાસધારકોને બાકી રહેતી રકમ ભરપાઈ કરવા અંગે વ્યાજમુક્તિની મુદ્દતમાં બે માસનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

આ ઉપરાંત મ્યુ. કમિશ્નરની દરખાસ્તને રૂ 51 કરોડના કામોને સૈધ્ધાંતિક મંજુરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ડે. મેયર, મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી, ડે.કમિશ્નર ભાવેશ જાની, આસી. કમિશ્નર કોમલ પટેલ અને જીગ્નેશ નિર્મલ સહિત 11 સભ્યો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં વોટર વર્કસ શાખાના નવાગામ ઘેડ ઝોન ખાતેના પાઈપલાઈન નેટવર્ક, નવી આરસીસી,બ્રીક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવા માટે બે વર્ષના રેઈટ કોન્ટ્રાક્ટર માટે રૂ.16.64 લાખ મંજુર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત સીવીલ ઈસ્ટ ઝોન વોર્ડ નં.12 વિસ્તારમાં ખાનગી સોસાયટીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહત તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી સીસી રોડ, સીસી બ્લોકના કામ માટે રૂ.10 લાખ મંજુર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં 42.45 લાખનું દાન આપનારા દાતાઓનું રાજકોટ કલેકટરે કર્યું સન્માન

ડ્રાઇવર કમ ટ્રીર્મીંગ મશીન ઓપરેટરની જગ્યા પર કોન્ટ્રાક્ટર બેઈઝથી નિમણુંક પામેલાને છ માસની મુદ્દત વધારવામાં આવી હતી. મીટીંગની શરૂઆતમાં જ તમામ સભ્યોએ અરસપરસ શુભકામનાઓ પાઠવી હતી અને કમિટીમાં કુલ રૂ 51.83 કરોડના કામો મંજુર કર્યા હતા

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.