Monkey Attack : વાંદરાએ બાળક પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો

ખબરી ગુજરાત ગુજરાત

Monkey Attack : ગુજરાતમાં એક ખોફનાક ઘટના સામે આવી છે. જેમાં એક વાંદરાએ બાળક પર હિંસક હુમલો કરતા બાળકનું મોત થયું હતુ. તમે ઢોરના કે હિંસક પ્રાણીઓના હુમલા વિશે તો ઘણું સાંભળ્યું હશે. પરંતું વાંદરા હુમલા (Monkey Attack) કરે તેવી ઘટના જવલ્લે જ સામે આવે છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં આવી જ અસામાન્ય ઘટના સામે આવી છે.

આ પણ વાંચો : Agra Gang Rape : 8 હેવાનોએ મહિલાને પીંખી નાખી, CCTV ફૂટેજ વાયરલ

PIC – Social Media

મળતી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લામાં સોમવારે 10 વર્ષના બાળક પર વાંદરાએ હિંસક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના દેહગામ તાલુકાના સલ્કી ગામની હોવાનું જાણવા મળ્યું છે. બાળક પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો. તે દરમિયાન વાંદરએ હુમલો કરી દેતા બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. હિંસક હુમલાને કારણે બાળકના આંતરડા પેટની બહાર આવી ગયા હતા.

એક જ ગામમાં વાંદરાના હુમલાની ત્રીજી ઘટના

ઘટના બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોતને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વનવિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ગામમાં એક અઠવાડિયામાં વાંદરા દ્વારા કરવામાં આવેલા હુમલાની ત્રીજી ઘટના છે. હાલ તોફાની વાંદરાને પકડવા માટે ગામમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Xiaomiનો આ ફોન લોન્ચ થતા જ વેંચાયા 14 લાખ યુનિટ્સ

PIC – Social Media

વન વિભાગના અધિકારીએ ગામમાં વાંદરાનું ટોળુ હોવાનું જણાવ્યું હતુ. જેને પકડવા માટે પાંજરા પણ મુકવામાં આવ્યા છે. હાલ એક થી બે વાંદરાના પકડવામાં આવ્યા છે બાકીના વાંદરાઓને પાંજરે પુરવાના પ્રયાસ શરૂ છે.