Agra Gang Rape : 8 હેવાનોએ મહિલાને પીંખી નાખી, CCTV ફૂટેજ વાયરલ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat

Agra Gang Rape : આગ્રાના હોમ સ્ટેમાં મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આ કેસમાં પોલીસે આરોપી જિતેન્દ્ર ઉર્ફે જીતુ, મનિષ, રવિ, દેવ કિશોર ઉર્ફે છોટા, રીયા, સોનું અને અશોક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં એક અજ્ઞાત સહિત 3 આરોપી હજુ પણ ફરાર છે. જેની પોલીસે શોધખોળ આદરી છે.

આ પણ વાંચો : World Cup 2023 : વિજેતા ટીમ પર થશે રૂપિયાનો વરસાદ

PIC – Social Media

આગ્રાના રિચ હોમ સ્ટેમાં મહિલા સાથે સામુહિક બળાત્કારની ઘટનામાં આખરે પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસે પીડિતાના નિવેદનના આધારે એક અજ્ઞાત અને અન્ય સાત લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં કુલ 8 આરોપી સામેલ છે. જ્યારે 3 આરોપી હજુ ફરાર છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

મહિલા પર સામુહિક બળાત્કારના કેસમાં પોલીસે આરોપી જિતેન્દ્ર ઉર્ફે જીતુ, મનિષ, રવિ, દેવ કિશોર ઉર્ફે છોટા, રીયા, સોનું અને અશોકન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આમાંથી જિતુ, મનિષ, રવિ, દેવ કિશોર અને રીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાંથી તેઓને જેલમાં મોકલાયા છે.

આ શરમજનક ઘટનામાં તાજગંજ પોલીસે આઈપીસીની કલમ 147, 323, 506, 406, 376, 511, 307 અને 5/7 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આપને જણાવી દઈએ કે, આ ઘટના શનિવારે મોડી રાતની છે. જ્યાં એક મહિલાએ યુવાનો વિરુદ્ધ મારામારી અને બળાત્કાર જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલે તાજગંજ પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : જાણો, 14 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

PIC – Social Media

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડિયો

ગેંગ રેપની પીડિતાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે હેવાનો પાસે રહેમથી ભીખ માંગી રહી છે. જ્યારે બીજા વિડિયોમાં મનિષ પીડિતાને જબરદસ્તીથી પાછળથી પકડીને લઈ જતો જોઈ શકાય છે. વિડિયોમાં મનિષ સાથે તેના સાગરિતો પણ જોવા મળી રહ્યાં છે. હેવાનોએ પીડિતા પર એવી હેવાનિયત આચરી કે મહિલાની હાલત ખરાબ થઈ ગઈ હતી.

પીડિતાને દારૂ પીવડાવવાનો પ્રયાસ કર્યો

મહિલાનો આરોપ હતો કે હોમ સ્ટેમાં પાંચ યુવકોએ તેઓને જબરદસ્તીથી દારૂ પીવડાવવાનો પ્રયાસ કર્યો ત્યાર બાદ તેની સાથે બદકામ કરવામાં આવ્યું. પીડિતા છેલ્લા દોઢ વર્ષથી હોમ સ્ટેમાં નોકરી કરી રહી હતી. પીડિતાનો મિત્ર જિતેન્દ્ર પોતાના ચાર મિત્રો સાથે હોટલ પહોંચ્યો અને પીડિતાને દારૂ પીવડાવવા માટે દબાણ કર્યું હતુ.