હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં થશે કમોસમી વરસાદ

ખબરી ગુજરાત ગુજરાત

Weather Update : ગુજરાતમાં ભરશિયાળે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કમોસમી વરસાદની આગાહી કરતા ખેડુતો માથે ફરી ચિંતાના વાદળો છવાયા છે. આજે સવારે જ ગુજરાતના કચ્છ અને દ્વારકા પંથકમાં કડાકાભડાકા સાથે છૂટાછવાયો વરસાદ થયો હતો…

આ પણ વાંચો : હવે, પ્રાથમિક શાળાના વિદ્યાર્થિઓને અપાશે ‘ગીતા જ્ઞાન’

PIC – Social Media

ગુજરાતના ખેડુતો પરથી માવઠા નામની ઘાત ટળવાનું નામ જ નથી લઈ રહી. હજુ માણ શિયાળાની ઠંડીનો પગરવ થઈ રહ્યો હતો ત્યાં જ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે આજે સવારે જ કચ્છ અને દ્વારકાના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ત્યારે ફરી હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવળો વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમાં મોહન્તીના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે સૌરાષ્ટ્ર, કચ્છ અને જામનગરમાં માવઠું પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

માવઠાને લઈ શિયાળુ પાકમાં નુકસાનીની ભિતી

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મોટા ભાગે રવિ પાકનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. જીરુ, ઘઉં, ચણાં, ધાણા વગેરે જેવા પાકો માટે ઠંડી પડે તે જરૂરી છે. ત્યારે ગુજરાતના વાતાવરણમાં આવતા અણધાર્યા બદલાવને કારણે પાકમાં મોટું નુકસાન થાય તેવી ભિંતી સેવાઈ રહી છે.

માવઠા બાદ પડશે ઠંડી

જો રાજ્યમાં ઠંડીની વાત કરીએ, તો ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ફરી ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા છે. જેમાં કેટલાંક શહેરોમાં મહતમ તાપમાન નીચું જઈ શકે છે. રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસમાં તાપમાનમાં વધુ ફેરફાર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નલિયામાં 11થી 14 અને અમદવાદમાં 15થી 17 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે.

આ પણ વાંચો : 26 જાન્યુઆરીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ બનશે ભારતના મહેમાન

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે. રવિ પાકોનું સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાં સૌથી વધુ વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં કુલ 16.03 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં જીરાનું વાવેતર મહત્તમ નોંધાયું છે. કચ્છ અને ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 13.70 લાખ હેક્ટરમાં, મધ્ય ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 7.94 લાખ હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 3.10 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર નોંધાયેલ છે.