હવે, પ્રાથમિક શાળાના વિદ્યાર્થિઓને અપાશે ‘ગીતા જ્ઞાન’

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

Geeta Jayanti : સમગ્ર દેશ ગીતા જયંતિની ઉજણવી કરી રહ્યો છે. ત્યારે આ અવસરે ગુજરાત સરકારે ખરા અર્થમાં ગીતા જયંતિની ઉજણી કરી હોય તેવો નિર્ણય લીધો છે. હવે ગુજરાતમાં પ્રાથમિક શાળાના બાળકોને ભગવત ગીતાનું જ્ઞાન આપવાનું સરકારે નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : 26 જાન્યુઆરીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ બનશે ભારતના મહેમાન

PIC – Social Media

ગીતા જયંતિના પાવન અવસરે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે તમામ શાળાઓમાં ધોરણ 6 થી 8ના અભ્યાસક્રમમાં ભગવત ગીતાનો સમાવેશ કર્યો છે. જેથી હવે આ ધોરણમાં બાળકોને ભગવત ગીતાના પાઠ ભણાવવામાં આવશે. આજે તેનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતુ, કે શ્રીમદ ભગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળોકોના જીવનમાં ઉતારવા માટે ભગવત ગીતાનો અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

હવેથી તમામ શાળાઓમાં ધોરણ 6 થી 8 ધોરણમાં આ પુસ્તકનો અભ્યાસકમમાં સમાવેશ કરાયો છે. હવે આ વિષયને ભણાવાની સાથે તેની પરીક્ષા પણ લેવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આજે ગીતા જયંતિ પર ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર તેમજ સચિત્ર પુસ્તકનું વિમોચન કરવામા આવ્યું છે. આગામી દિવસોમાં ભાગવત ગીતાના ભાગ 1 થી 3ને બાળકોમાં વિતરણ કરવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉલ્લેખનીય છે કે પૂર્વ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ અગાઉ શ્રીમદ ભગવત ગીતાનો પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે તેવી જાહેરાત કરી હતી. ઉપરાંત શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાની વાત પણ જાહેરાતમાં કરવામાં આવી હતી. પ્રાથમિક શાળામાં શરૂઆતના તબક્કે બાળકો ભગવદ્દ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો સરળતાથી સમજી શકે તે રીતે પુસ્તકનો પરિચય કરાવવામાં આવે તેની જાહેરાત કરવામાં આવી હતી.