માલદીવની મુશ્કેલી વધી, આ ટ્રાવેલ કંપનીનો મોટો નિર્ણય

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી માલદીવના પર્યટન પર ભારે પડતી જોવા મળી રહી છે. ભારતની દિગ્ગજ ટ્રાવેલ કંપની EaseMyTripએ માલદીવ જતી તમામ ફ્લાઇટ્સનું બુકિંગ રદ્દ કરી દીધુ છે. મોટાભાગે પર્યટન પર આધારિત માલદીવ જેવા દેશ માટે આ મોટો ઝટકો ગણી શકાય.

આ પણ વાંચો : ગુજરાતની સડકો પર દોડશે અત્યાધુનિક ડબલ ડેકર બસ

PIC – Social Media

પીએમ મોદી પર વિવાદિત નિવેદન બાદ માલદીવ પર ભારતનો રોષ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. માલદીવ પર સામાન્ય લોકોની સાથે હવે ભારતની દિગ્ગજ ટ્રાવેલ કંપનીઓએ પણ પોતાનો રોષ જાહેર કરવાનું શરૂ કર્યું છે.

ભારતીય ઓનલાઈન ટ્રાવેલ કંપની EaseMyTrip ના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નિશાંત પિટ્ટીએ ભારતના સમર્થનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફ્લાઈટ્સ બુકિંગ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. તેણે લખ્યું, ‘આપણા દેશ સાથે એકતા દર્શાવતા, EaseMyTrip એ માલદીવની તમામ ફ્લાઈટ બુકિંગ સસ્પેન્ડ કરી દીધા છે.’ EaseMyTrip એ લક્ષદ્વીપની મુલાકાત લેવા માટે ઓનલાઈન ઝુંબેશ પણ શરૂ કરી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

લક્ષદ્વીપ માટે કરી ખાસ ઓફર શરૂ

EaseMyTripનું હેડક્વાટર દિલ્હીમાં આવેલું છે. આ કંપનીની સ્થાપના નિશાંત પિટ્ટી, રિકાંત પિટ્ટી અને પ્રશાંત પિટ્ટીએ 2008માં કરી હતી. 4 જાન્યુઆરીના રોજ, પ્રશાંત પિટ્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું EaseMyTrip પર, અમે લક્ષદ્વીપને પ્રમોટ કરવા માટે અનોખી વિશેષ ઑફરો લઈને આવીશું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ભારતે ઉઠાવ્યો મુદ્દો

જણાવી દઈએ કે માલદીવની મહિલા મંત્રી મરિયમ શિઉનાએ પીએમ મોદીને લઈ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. તે મુદ્દે ભારતે માલદીવની મોહમ્મદ મુઇજ્જુ સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ભારતના વિરોધ બાદ માલદીવ સરકારે નિવેદન જાહેર કર્યું હતુ કે આ તેનું વ્યક્તિગત મંતવ્ય છે. મંત્રીની ટિપ્પણી માલદીવ સરકારના વિચારોનું પ્રતિનિધિત્વ કરતી નથી.

BoycottMaldives સોશિયલ મીડિયા પર થઈ રહ્યું છે ટ્રેન્ડ

સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવ્યા બાદ માલદીવ પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોએ #BoycottMaldives સાથે ટ્વિટ કરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર લોકો માલદીવની ટીકા કરી રહ્યા છે એટલું જ નહીં, તેઓ ભવિષ્યમાં માલદીવની મુલાકાત નહીં લેવાનું પણ કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રવિવારે આખો દિવસ #BycottMaldives ટ્રેન્ડમાં રહ્યું હતુ.

આ પણ વાંચો : આગાહી : આજે આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ

માલદીવ ભારત પર કેવી રીતે નિર્ભર?

માલદીવ હિંદ મહાસાગરમાં આવેલો એક નાનો ટાપુ દેશ છે. તેની રાજધાની માલે છે અને દેશની વસ્તી માત્ર 5 લાખ છે. કુદરતી સંસાધનોના અભાવને કારણે તેને મોટાભાગની વસ્તુઓ આયાત કરવી પડે છે. ભારતમાંથી માલદીવમાં ચોખા, ફળો, શાકભાજી અને મસાલાની આયાત કરવામાં આવે છે. આ સિવાય સિમેન્ટ, પથ્થર અને બાંધકામ સામગ્રી પણ માલદીવ મોકલવામાં આવે છે. જળ સંકટ હોય કે કોરોના વાયરસનો કહેર, ભારતે હંમેશા માલદીવને સંકટમાંથી ઉગારવા માટે મદદ મોકલી છે.