ગુજરાતની સડકો પર દોડશે અત્યાધુનિક ડબલ ડેકર બસ

ખબરી ગુજરાત ગુજરાત

Double Decker Bus : ગુજરાતમાં પણ હવે વિદેશની સડકો જેવો નજારો જોવા મળે તો ના નહિ. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં અત્યાધુનિક ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ સર્વિસને લીલી ઝંડી આપવામાં આવી છે.

આ પણ વાંચો : આગાહી : આજે આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ

Double Decker Bus : ગુજરાતમાં એક પછી એક નવું નજરાણું ઉમેરાતું રહે છે, એ કડીમાં આજે ડબલ ડેકર બસ (Double Decker Bus) આકર્ષણનું કેન્દ્ર બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર સેવામાં મૂકાઈ રહેલી અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોચિંગ કર્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસ ખરીદીનું આયોજન છે. તે પૈકીની બે બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ સમિટ-2024ની પ્રી-ઈવેન્ટરૂપે ગિફ્ટ સિટીથી કર્યું હતું.

આ બસસેવાઓનું વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે સોમવાર 8મી જાન્યુઆરીથી ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી સંચાલન કરવામાં આવશે. એટલું જ નહીં, વાઈબ્રન્ટ સમિટ પછી સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર તેનું પ્રાથમિક સંચાલન નિગમ દ્વારા કરવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોન્ચિંગ કર્યું તે અવસરે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, ગિફ્ટ સિટીના ચેરમેન ડો. હસમુખ અઢિયા, ગિફ્ટના એમ.ડી. તપન રે તથા વાહનવ્યવહાર અને બંદરો તથા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, એસ.ટી. નિગમના વહીવટી સંચાલક એમ.એ. ગાંધી અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.