ભાજપનો ચુંટણી ઢંઢેરો : 3 કરોડ ઘર, સસ્તો રાંધણ ગેસ…

ખબરી ગુજરાત ધર્મ

BJP Manifesto 2024 : લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે ચુંટણી ઢંઢેરો જાહેર કરતા હોય છે. આ મેનિફેસ્ટોમાં તેઓ વિવિધ કામોના વાયદાઓ કરે છે. ત્યારે આજે ભાજેપે પણ પોતાના ચુંટણી ઢંઢેરાના પટારામાંથી વાયદાઓનો ઢગલો કર્યો છે.

આ પણ વાંચો – સલમાન ખાનના ફેન્સ માટે આઘાતજનક સમાચાર, થયુ ફાયરિંગ

PIC – Social Media

BJP Manifesto 2024 : લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. બીજેપીએ વાયદો કર્યો છે કે કેન્દ્રમાં સરકાર બનતા આખા દેશમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગુ કરશે. ઘોષણાપત્ર જાહેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાર્ટીનું સંકલ્પ પત્ર વિકસિત ભારતના ચાર મજબુત સ્તંભો – યુવાન, મહિલા, ગરીબ અને ખેડૂતને સશક્ત બનાવશે.

આ વર્ષની શરૂઆતમાં, ઉત્તરાખંડમાં બીજેપી સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરી હતી. જેથી લગ્ન, છૂટાછેડા, વારસો અને અન્ય નાગરિક મુદ્દાઓને નિયંત્રિત કરનાર ધાર્મિક વ્યક્તિગત કાયદો બદલાયો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પણ વાયદો કરે છે કે તે રાજયમાં બહુવિવાહ પર પ્રતિબંધ લગાવશે અને યુસીસી લાગુ કરશે.

બીજેપીના ચુંટણી ઢંઢેરામાં મહત્વની જાહેરાતો

બીજેપીના સંકલ્પ પત્રમાં વાયદો કરવામાં આવ્યો છે કે 50 હજાર લોનની લિમિટ વધારી અને દેશના ગામ અને કસ્બાઓ સુધી પહોંચાડી, સાથે જ 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને આયુષ્માન યોજનાનો લાભ આપવામાં આવશે. મફત સારવાની સુવિધા મળશે. સંકલ્પ પત્રમાં વાયદો કરાયો છે કે વધુ 3 કરોડ ઘર બનાવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જ્યારે પાઇપ દ્વારા સસ્તો રાંધણ ગેસ ઘર ઘર પહોંચાડવામાં આવશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ગરીબો માટે શું જાહેરાત થઈ

બીજેપીએ ઘોષણા પત્રમાં કહેવામાં આવ્યું કે, “અમે વર્ષ 2020થી 80 કરોડથી વધુ પરિવારોને મફત રાશન આપી રહ્યાં છીએ. આગામી પાંચ વર્ષો સુધી પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત રાશન આપવાનું ચાલુ રહેશે. સાથે જ ગરીબની થાળીને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરશે. ગરીબોની સ્વાસ્થ્ય સુવિધાને ધ્યાનમાં રાખતા પરિવારને 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર આપવામાં આવી છે અને તે આગળ પણ યથાવત રહેશે. પીએમ આવાસ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે.”

વિજ બિલ જીરો કરવાનો વાયદો

બીજેપીએ કરોડો પરિવારના વિજળી બિલ જીરો કરવાનું કામ કરવાનો વાયદો કર્યો છે. તે અંતર્ગત પીએમ સૂર્ય ઘર મફત વિજળી યોજના પર ઝડપથી કામ કરવામાં આવશે. ઘરમાં વિજળી મફત હશે અને વધારાની વિજળીને વેચવાથી કમાણી પણ થશે. તે સિવાય ટ્રાન્સજેન્ડરને પણ આયુષ્માન યોજનામાં જોડવામાં આવશે અને આગામી પાંચ વર્ષ નારી શક્તિની નવી ભાગીદારીના હશે.

મધ્યમ વર્ગના પરિવાર માટે શું?

બીજેપીના સંકલ્પ પત્ર અનુસાર, મધ્યમ વર્ગના પરિવારો માટે ઓછા દરે આવાસ, સુલભ સ્વાસ્થ્ય વ્યવસ્થા, સારી શિક્ષા અને રોજગારની સાથે સાથે સ્વરોજગારની તક આપવામાં આવશે. સાથે જ પોતાના ઘરના ઘરનું સપનુ રાખનાર માટે રજિસ્ટ્રેશનની કિંમતને ઓછી કરવામાં આવશે. નિર્માણના ખર્ચને ઓછુ કરવા અને સરળતાથી પ્લાનને પાસ કરવો વગેરેનો સમાવેશ કરાયો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મહિલાઓ માટે શું?

ભાજપે તેના સંકલ્પ પત્રમાં વચન આપ્યું છે કે, “આવતા 5 વર્ષમાં ત્રણ કરોડ ગ્રામીણ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવશે. ઔદ્યોગિક અને વ્યાપારી વિસ્તારોમાં કામ કરતી મહિલાઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે જેમાં શિશુગૃહ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ હશે. “લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં નારી વંદન એક્ટ લાગુ કરીને મહિલા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવશે.”

યુવાનોને તક આપવાની ગેરંટી

ભાજપના ઢંઢેરામાં યુવાનોને તક આપવાનું વચન પણ આપવામાં આવ્યું છે. મેનિફેસ્ટો અનુસાર, પેપર લીકને અંકુશમાં લેવા માટે એક કાયદો લાગુ કરવામાં આવશે, જેમાં ગુનેગારો સામે કડક સજાની જોગવાઈ હશે. તેમજ સરકારી પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવામાં આવશે.

બુલેટ ટ્રેનની ભેટ

પીએમ મોદીએ કહ્યું કે, “આજે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને લગભગ અંતિમ તબક્કામાં છે. તેવી જ રીતે એક બુલેટ ટ્રેન ઉત્તર ભારતમાં, એક બુલેટ ટ્રેન દક્ષિણ ભારતમાં અને એક બુલેટ ટ્રેન પૂર્વ ભારતમાં દોડશે. આ માટે સર્વેની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો – આકાશમાંથી મિસાઇલનો વરસાદ, જુઓ ઇરાન હુમલાના ભયાવહ વિડિયો

‘6G દ્વારા ડિજિટલ ક્રાંતિ લાવવામાં આવશે’

આ ઢંઢેરામાં ભાજપે 5G નેટવર્કના વિસ્તરણ અને 6G ટેક્નોલોજી વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવવાનું વચન આપ્યું છે. તેમજ 2 લાખથી વધુ ગ્રામ પંચાયતોને ભારત નેટ દ્વારા બ્રોડબેન્ડ સાથે જોડવામાં આવશે અને દરેક ગ્રામ પંચાયતને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ આપવાનું વચન આપવામાં આવ્યું છે.

વન નેશન વન ઇલેક્શનનો અમલ

ભાજપે તેના ઢંઢેરામાં કહ્યું, “અમે ચૂંટણી સંબંધિત મુદ્દાઓની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. હવે અમે તેમની ભલામણોના સફળ અમલીકરણ તરફ કામ કરીશું.” આ સાથે તમામ સ્તરની ચૂંટણીઓમાં સામાન્ય મતદાર યાદીની જોગવાઈ પણ રાખવામાં આવશે.