ભારત સરકાર દ્વારા લોકોની આરોગ્‍ય અને સુખાકારી માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને રૂ. 10 લાખ સુધીની સારવાર ફ્રીમાં આપવામાં આવે છે.

Rajkot: ઘર બેઠા મેળવી શકશો આયુષ્માન કાર્ડ, જિલ્લામાં ઇસ્યુ કરાયા 12 લાખથી વધુ કાર્ડ

ખબરી ગુજરાત ગુજરાત

Dinesh Rathod, Khabri Gujarat
Rajkot News: ભારત સરકાર દ્વારા લોકોની આરોગ્‍ય અને સુખાકારી માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને રૂ. 10 લાખ સુધીની સારવાર ફ્રીમાં આપવામાં આવે છે. ત્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) કાર્ડ બનાવવાનું હવે સરળ બન્યું છે.

આ યોજના અંતર્ગત તા. 09 ઓક્ટોબર, 2023થી લોકો પોતાની જાતે જ પી.એમ.જે.એ.વાય. કાર્ડ ઓનલાઇન મેળવી શકશે.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના નેજા હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડના માર્ગદર્શન મુજબ રાજકોટ જિલ્લામાં ઓનલાઇન એપ્લીકેશન થકી 25,365 પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 12,09,943 પી.એમ.જે.એ.વાય. કાર્ડ ઇસ્યુ કરાયા છે, જે ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમે છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ ફ્રીમાં કાઢી આપવામાં આવે છે. જો કોઇ પણ વ્યક્તિ આ યોજનાનું કાર્ડ કાઢવા માટે ફી કે રૂપિયાની માંગણી કરે તો તેની જાણ તાત્‍કાલીક જિલ્‍લા કક્ષાએ આરોગ્‍ય વિભાગમાં કરવા તેમજ લોકો પી.એમ.જે.એ.વાય. કાર્ડનો વધુમાં વધુ લાભ લે, તેવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

આયુષ્માન કાર્ડ (Ayushman card) મેળવવાની પ્રક્રિયા:
મોબાઈલમાં આયુષ્માન એપ ડાઉનલોડ કરવી. લાભાર્થીનો ફોટો મોબાઈલ એપથી સરળતાથી લઇ શકાશે. કોમ્પ્યુટર અને લેપટોપમાં કેમેરાની જરૂર પડશે. એપમાં લોગ-ઈન થવા માટે બે ઓપ્શન આપેલા છે, 1) Beneficiary અને 2) Operator જેમાં Beneficiary સિલેક્ટ કરીને Family ID ઓપ્શનમાં રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે.

આ પણ વાંચો: રાજકોટ જિલ્લામાં આંગણવાડીમાં કાર્યકર, તેડાગરની જગ્યાઓ માટે આવી ભરતી, જૂઓ માહિતી

જેનું સ્ટેટસ Approved/Verify બતાવે, તેના કાર્ડ બની ગયા છે તેમ સમજવું. જો લાભાર્થીનો આધાર કાર્ડ અને રેશન કાર્ડનો ડેટા 80% સ્કોર મેચ થયેલો હશે તો તરત જ કાર્ડ બની જશે અને ડાઉનલોડ પણ કરી શકશે. પરંતુ જો 80%થી સ્કોર ઓછો હશે તો તે કાર્ડ અપ્રુવલ માટે જશે અને અપ્રુવલના આઈ.ડી.માંથી અપ્રુવ થશે પછી કાર્ડ ડાઉનલોડ થશે.

ત્યાં સુધી Pending બતાવશે. આવકના દાખલાને આધારે પણ ઓનલાઇન કાર્ડ કાઢી શકાશે. તેમજ કાર્ડ રિન્યુઅલ પણ હવે ઓનલાઇન એપથી થઈ શકશે.