Jammu : સરહદ પર પાકિસ્તાની સૈન્ય દ્વારા યુદ્ધ વિરામનો ભંગ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat

Jammu : ભારત પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાન તરફથી વારંવાર સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ત્યારે જમ્મુમાં સંભાગના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સીમા પર મોડી રાત્રે પાકિસ્તાને ફરીવાર યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. બીએસએફ દ્વારા પાકિસ્તાનના ફાયરિંગનો વળતો જવાબ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ધરતીપુત્ર : કોણે કહ્યું? કેસર કાશ્મીરમાં જ થાય

Pic – Social Media

પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો હોવાની જાણકારી મળી છે. જવાનને સારવાર માટે જમ્મુની મેડિકલ કોલેજમાં ખસેડાયો છે. પાકિસ્તાને ભારતીય સરહદ પર ચોકીઓ અને રહેણાંક વિસ્તારને નિશાન બનાવ્યાં હતા. જેમાં સાંબા સેક્ટરની સીમાં ચોકી નારાયણ પૂર, ચમલિયાલ, ફતવાલ પર ફાયરિંગ થયું છે. પાકિસ્તાનને સરહદ પર મોર્ટાર દ્વારા હુમલો કર્યો હતો. જેના કારણે સરહદ પાસેના ગામલોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે.

આ પણ વાંચો : જાણો, 09 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધ વિરામનો ભંગ

પાકિસ્તાન દ્વારા આ પહેલા પણ ઘણીવાર સરહદ પર યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને ઘુસાડવા માટે સરહદ પર ફાયરિંગ કરે છે. ગત મહિને પણ પાકિસ્તાન દ્વારા ફાયરિંગમાં બીએસએફના 2 જવાન ઘાયલ થયા હતા.

શોપિયામાં એક આતંકી ઠાર

ગુરુવારે સવારે જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લાના કેથોહલાન વિસ્તારમાં સુરક્ષા દળ દ્વારા એક આતંકીને ઠાર કરાયો છે. આતંકવાદી પ્રતિબંધિત સંગઠન ધ રેજિસ્ટેન્ટ ફ્રન્ટ સાથે જોડાયેલો હતો. કાશ્મીર ઝોન પોલીસ અનુસાર, ઠાર કરાયેલા આતંકી પાસેથી હથિયાર અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. હાલ સુરક્ષા દળો દ્વારા તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.