મોરબીમાં કાળમુખા ટ્રકે પરિવાર કર્યો વેર વિખેર, 3 લોકોના મોત

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

Morbi Accident : મોરબી (Morbi) માં ગત મોડી રાત્રે ભીષણ અકસ્માત (Accident) સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને રાજકોટ (Rajkot) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : જાણો, 22 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

PIC – Social Media

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મોરબીમાં વધુ એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. મોરબીના નાના દહિંસરા નજીક સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે. દમ્પતિ પોતાના 3 બાળકો સાથે બાઈક પર જઈ રહ્યું હતુ તે દરમિયાન ટ્રકે બાઈકને અડફેટે લેતા કરુણાંતિકા સર્જાઇ હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : વૃક્ષોને પેન્શન આપનાર પ્રથમ રાજ્ય બન્યું હરિયાણા, 120 જૂના વૃક્ષોને મળ્યા આટલા પૈસા

મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે માળિયા મિયાણાના નાના દહિસરા નજીક એક પરિવાર બાઈક પર જઈ રહ્યો હતો. જેમાં પતિ પત્ની અને તેના ત્રણ બાળકો સવાર હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને અડફેટે લીધુ હતુ. જેમાં બાઇક સવાર પરિવાર રોડ પર ફંગોળાઈ ગયો હતો. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે જેમાં પતિ ધર્મેન્દ્રભાઈ ઉં. 28 વર્ષ, પુત્ર શુભ ઉં.2 વર્ષ, પુત્રી પરી ઉં. 5 વર્ષનો સમાવેશ થાય છે. જ્યારે પત્ની લક્ષ્મીબેન અને પુત્રી ખુશીને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યાં છે.

બીજી બાજુ માળિયા પોલીસ અકસ્માત સ્થળે પહોચી હતી. તેમજ અજાણ્યા ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ધરી છે.