ઓનલાઇન પેમેન્ટ કરવું થશે અઘરૂ, સરકારે લીધો મોટો નિર્ણય

ખબરી ગુજરાત બિઝનેસ

UPI Payment: કેન્દ્ર સરકાર દ્વારા ગૂગલ પે, ભારત પે, પેટીએમ અને ફોન પે દ્વારા યૂપીઆઈ (UPI)નો ઉપયોગ કરનાર લોકોને છેતરપિંડીથી બચાવવા માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં પાંચ હજાર રૂપિયા કે તેથી વધુ ટ્રાન્જેક્શન કરવા માટે નવો નિયમ લાગુ કરવામા આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : IPL 2024 Players List : જુઓ, 10માંથી કઈ ટીમ બની વધુ મજબૂત

PIC – Social Media

કેન્દ્ર સરકારે ગૂગલ પે (Google Pay), ભારત પે, પેટીએમ (Paytm), અને ફોન પે વગેરે દ્વારા યુપીઆઈ (UPI)નો ઉપોયગ કરનાર લોકોને છેતરપિંડીથી બચાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે યુપીઆઈ ટ્રાન્જેક્શનને સુરક્ષિત રાખવા માટે એક નવો નિયમ બનાવ્યો છે. જેમાં પાંચ હજાર રૂપિયાથી વધુ ટ્રાન્જેક્શન કરવા માટે 1 નવી સિસ્ટમ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જેમાં વપરાશકર્તા કે વેપારીને ફોન કે મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. જો તેઓ તેનાથી વધુ પેમેન્ટ કરવાનો પ્રયત્ન કરશે તો. ટ્રાન્જેક્શનને અપ્રુવ કરવા માટે મેસેજ કે કોલ દ્વારા તેને ચેતવણી મોકલવામાં આવશે. ત્યાર બાદ ટ્રાન્જેક્શન અપ્રુવ કરીને તમારે કન્ફર્મ કરવાનું રહેશે. મંજૂરી બાદ જ તમારા ખાતામાંથી રૂપિયા કપાશે.

બેન્કો અને કંપનીઓને મળ્યા નવા આદેશ

રાષ્ટ્રીય પેમેન્ટ નિગમે કહ્યું કે, બેન્કો અને એપ કંપનીઓ (App Companies) જેમ કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ અને ભારત પે વગેરેને જણાવાયું છે કે ગ્રાહકની મંજુરી લેવી જરૂરી છે. જેના યુપીઆઈ ખાતામાંથી લાંબા સમયથી કોઈ ડિઝિટલ ટ્રાન્જેક્સન નથી થયું. તેનું ખાતુ ડિએક્ટિવેટ થઈ જશે.

તમામે કેવાઈસી કરાવવું જરૂરી

ગ્રાહકોએ ફરીથી KYC કરાવવું પડશે, જેમાં મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબરની પુષ્ટિ કરવામાં આવશે. જો ગ્રાહક 31મી ડિસેમ્બર સુધીમાં તેમનું KYC નહીં કરાવે તો UPIનો ઉપયોગ કરી શકશે નહીં.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

નાણા મંત્રાલયે (Finance Ministry) છેતરપિંડીના મામલાઓને રોકવા માટે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નાણાં મંત્રાલય, નાણાકીય સેવાઓ, IT મંત્રાલય અને NPCIના અધિકારીઓ પણ હાજર હતા. જેમાં અનેક મદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. UPI સાથે છેતરપિંડી અંગે સરકારને ઘણા સૂચનો મળ્યા છે. જેમાં નવી એલર્ટ સિસ્ટમ પણ સામેલ છે.

આ સિસ્ટમ અનુસાર, પહેલીવાર UPI દ્વારા 5 રૂપિયાથી વધુની ચુકવણી કરવા પર 1 કૉલ અથવા મેસેજ મોકલવામાં આવશે. ત્યાર બાદ યુઝર્સે ટ્રાન્જેક્શન માટે મંજૂરી આપવી પડશે અને પિન નાખવાનો રહેશે. ત્યાર બાદ જ ટ્રાન્જેક્શન શક્ય બનશે. આ 2 તબક્કાઓ પૂર્ણ કર્યા બાદ જ ચૂકવણી કરી શકાશે. જો કોઈ એક તબક્કે અપ્રુવલ નહિ મળે તો ટ્રાન્જેક્શન સ્થગિત થઈ જશે.