IND vs NZ Semifinal: ક્રિકેટ ફેન્સે OTT પર રચ્યો ઈતિહાસ

ખબરી ગુજરાત રમતગમત

Jagdish, Khabri Media Gujarat

India vs New Zealand Semi Final: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલા સેમિફાઇનલ મેચમાં ઘણાં રેકોર્ડ બન્યાં છે. ક્રિકેટના મેદાન પર જ નહિ પણ ઓટીટીની દુનિયામાં પણ આ મેચે તમામ રેકોર્ડ તોડ્યાં છે. આ મેચને Disney+ Hotstar પર કરોડો દર્શકોએ લાઇવ નિહાળી હતી.

આ પણ વાંચો : કોહલી ODIમાં 50 સદી ફટકારનાર પહેલો ખેલાડી, બનાવ્યા આ મોટા રેકોર્ડ્સ

PIC – Social Media

ભારત અને ન્યુઝીલેન્ડની સેમિફાઈનલ મેચ રેકોર્ડની દ્રષ્ટિએ ખાસ રહી હતી. ક્રિકેટના મેદાનથી લઈ ડિઝિટલ વર્લ્ડ સુધી કેટલાય રેકોર્ડ બ્રેક થયા અને નવા રેકોર્ડ્સ બન્યા છે. વર્લ્ડ કપ 2023ના પહેલા સેમિફાઇનલમાં Disney+ Hotstarએ રેકોર્ડ વ્યુઅરશિપ નોંધાવી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

પહેલી ઈનિંગમાં ભારતીય ટીમની બેટિંગ દરમિયાન Disney+ Hotstar પર દર્શકોની સંખ્યા 5.1 કરોડ સુધી પહોંચી ગઈ હતી. જો કે બીજી ઈનિંગમાં આ રેકોર્ડ પણ તુટ્યો હતો. ભારતે ન્યૂઝીલેન્ડને 398 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજી ઈનિંગમાં Disney+ Hotstar પર વ્યુઅર્સની સંખ્યા 5.3 કરોડ પર પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો : ૧૨ વર્ષ પછી ભવ્ય જીત ભારત ને મળી ટિકિટ

વર્ષ 2011 બાદ પહેલીવાર ભારત વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચ્યું છે. આશા છે કે આ વર્લ્ડ કપની ફાઇનલમાં Disney+ Hotstar પર વ્યુઅરશિપનો આ રેકોર્ડ પણ તૂટશે. જણાવી દઈએ કે Disney+ Hotstar પર વર્લ્ડ કપ 2023નું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું છે. પ્લેટફોર્મ વર્લ્ડ કપનું બિલકુલ ફ્રીમાં પ્રસારણ કરી રહ્યું છે. જો કે ફ્રી બ્રોડકાસ્ટની મજા માત્ર મોબાઈલ ઍપ પર જ મળશે.

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

આપને જણાવી દઈએ, કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે રમાયેલી મેચમાં Disney+ Hotstar પર વ્યુઅર્સનો આંકડો 3.5 કરોડે પહોંચી ગયો હતો. આ પહેલા પણ ઓટીટી પર સૌથી વધુ વ્યુઅર્સની સંખ્યા આ વર્ષે જ આઈપીએલ દરમિયાન પીક પર પહોંચી હતી. ચેન્નઈ સુપર કિંગ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી મેચમાં વ્યુઅર્સની સંખ્યા 3.2 કરોડે પહોંચી હતી.