કોહલી ODIમાં 50 સદી ફટકારનાર પહેલો ખેલાડી, બનાવ્યા આ મોટા રેકોર્ડ્સ

ખબરી ગુજરાત રમતગમત

Jagdish, Khabri Media Gujarat

ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપની સેમિફાઇનલની મેચમાં વિરાટ કોહલીએ શાનદાન સદી ફટકારી છે. વિરાટ કોહલી હવે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે. કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો, જેણે 49 સદી ફટકારી છે. કોહલીએ 279મી ઈનિંગમાં પોતાની 50મી વન ડે સદી પૂરી કરી છે.

આ પણ વાંચો : Jobs in Railway: નોર્થ સેન્ટ્રલ રેલવેમાં આવી નોકરીની તક, જાણો શું છે વિગત

કોહલીએ લોકી ફર્ગ્યુશનના બોલ પર બે રન લઈ પોતાના સો રન પૂરા કર્યા હતા. કોહલીએ 106 બોલમાં સદી ફટકારી જેમાં 8 ચોકા અને એક સિક્સ સામેલ છે. કોહલી 113 રનો પર 117 રન બનાવી આઉટ થયો હતો.

કોહલીએ આ ઈનિંગ દરમિયાન અને અન્ય ખાસ રેકોર્ડ પણ બનાવ્યા છે. કોહલી હવે વર્લ્ડ કપના એક એડિશનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. કોહલીએ 80 રન બનાવતા જ સચિનનો રેકોર્ડ તોડ્યો હતો. સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા. કોહલી વર્લ્ડ કપના એક સિઝનમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર કરનાર બેટ્સમેન પણ બની ગયા છે. કોહલીએ આ મામલે પણ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. તેઓએ 2003ની સિઝનમાં 7 ઈનિંગમાં 50 કે તેથી વધુ સ્કોર કર્યો હતો.

વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર

8 – વિરાટ કોહલી (2023)
7 – સચિન તેંડુલકર (2003)
7 – શાકિબ અલ હસન (2019)
6 – રોહિત શર્મા (2019)
6 – ડેવિડ વોર્નર (2019)

એક વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રન

711* – વિરાટ કોહલી (2023)
673 – સચિન તેંડુલકર (2003)
659 – મેથ્યૂ હેડન (2007)
648 – રોહિત શર્મા (2019)
647 – ડેવિડ વોર્નર (2019)

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર

264 – સચિન તેંડુલકર
217 – રિકી પોન્ટિંગ
217 – વિરાટ કોહલી
216 – કુમાર સાંગાકારા
211 – જેક્સ કેલિસ

આ પણ વાંચો : આ શહેરમાં ગધેડાને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે

વિશ્વ કપમાં સૌથી વધુ સદી

7 – રોહિત શર્મા
6 – સચિન તેંડુલકર
6 – ડેવિલ વોર્નર
5 – રિકી પોન્ટિંગ
5 – કુમાર સંગાકારા
5 – વિરાટ કોહલી

વિશ્વ કપમાં સેમિફાઈનલમાં ભારત માટે સૌથી વધુ સ્કોર

117 – વિરાટ કોહલી, ન્યુઝીલેન્ડ સામે, 2023
105 – શ્રેયસ અય્યર, ન્યુઝીલેન્ડ સામે, 2023
111* – સૌરવ ગાંગુલી, કેન્યા સામે, 2003
85 – સચિન તેંડુલકર, પાકિસ્તાન સામે, 2011
83 – સચિન તેંડુલકર, કેન્યા સામે, 2003
77 – રવિન્દ્ર જાડેજા, ન્યૂઝીલેન્ડ સામે, 2019
65 – સચિન તેંડુલકર, શ્રીલંકા સામે, 1996
65 – એમએસ ધોની, ઓસ્ટ્રેલિયા, 2015