જાણો અત્યાર સુધીના મુખ્ય સમાચાર

ખબરી ગુજરાત ગુજરાત

વધુ બે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આજે વધુ બે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સી થોમસ અને એમ આરીફને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા અને રાજ્યસભાના કુલ 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

5 વર્ષમાં NIAને 324 કેસ સોંપાયાઃ નિત્યાનંદ રાય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે 1 ડિસેમ્બર, 2018 થી 30 નવેમ્બર, 2023 સુધીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને 324 કેસ સોંપ્યા.

કોંગ્રેસે ઉપરાષ્ટ્રપતિનું અપમાન કરવામાં કોઈ કસર છોડી નથીઃ અનુરાગ ઠાકુર મિમિક્રી વિવાદ પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે દેશમાં ઉપરાષ્ટ્રપતિનું પદ રાષ્ટ્રપતિ પછી આવે છે અને કોંગ્રેસ અને તેના સહયોગીઓએ તેમનું પણ અપમાન કરવામાં કોઈ કસર છોડી નથી. આ બંધારણ અને ઉપરાષ્ટ્રપતિનું પણ અપમાન છે. સૌથી મોટી વાત એ છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે મલ્લિકાર્જુન ખડગેએ તેની નિંદા કરી નથી. આખરે વિપક્ષ શું ઈચ્છે છે?

ભારતમાં નવા વેરિઅન્ટ JN.1ની એન્ટ્રીના કારણે કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી આજે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે મુલાકાત કરવાના છે. જેમાં દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. આ તમામ રાજ્યોમાં ગુજરાતને વધુ મહત્વ આપવામાં આવશે.