Google Pixel 7a ની ખરીદી પર જોરદાર ઓફર

ખબરી ગુજરાત બિઝનેસ

Jagdish, Khabri Media Gujarat:

Google Pixel 7a ની ખરીદી પર જોરદાર ઓફર મળી રહી છે. આ ફોન મિડ રેન્જ સેગમેન્ટમાં અન્ય ફોનને જોરદાર ટક્કર આપે છે. સાથે જ આપને સ્ટોક એન્ડ્રોઈડનો એક્સપિરિયન્સ મળશે. આજે અમે Google Pixel 7a પર મળી રહેલા ડિસ્કાઉન્ટ વિશે જણાવીશું. Flipkart Big Diwali Sale શરૂ થઈ ચૂક્યો છે. 2 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલનારા આ સેલમાં ઘણી સારી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ જોવા મળી રહ્યાં છે. આ સેલ દરમિયાન Google Pixel 7a પણ લિસ્ટમાં સામેલ છે. સેલ બેનર પર લિસ્ટેડ પોસ્ટર અનુસાર, Google Pixel 7aને 31,499 રૂપિયામાં લિસ્ટેડ કર્યો છે.

આ પણ વાંચો : National Ayurveda Day: રાજકોટમાં યોજાયો ”આયુષ મેળો”

PIC – Social Media

Google Pixel 7aના લોન્ચિંગ સમયે તેની ઓરિજનલ કિંમત 43,999 રૂપિયા જણાવી હતી. સેલ બેનર પર તેની 31,499 રૂપિયાની કિંમત સાથે લિસ્ટેડ છે. એવામાં આ સ્માર્ટફોન પર 12,500 રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે છે. જેમાં તમામ ઓફર સામેલ કરવામાં આવી છે. તેમાં 1500 રૂપિયાનું એક્ચેન્જ બોનસ પણ સામેલ છે.

Google Pixel 7aના સ્પેસિફિકેશન

Google Pixel 7aમાં 6.1 Inchની Full HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 90Hzના રિફ્રેશ રેટ્સને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં Tensor G2 ચિપ સેટ આપવામાં આવ્યું છે. આ ફોન 8GB Ram અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. જો આ સ્માર્ટફોનના કેમેરા સેટઅપની વાત કરીએ તો બેક પેનલમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં પ્રાઇમરી કેમેરો 64MP અને સેકન્ડરી કેમેરા 13MPનો છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 13MPનો કેમેરો આપવામાં આવ્યો છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.