કોંગ્રેસના વધુ એક કદાવર નેતા છોડશે હાથનો સાથ? અટકળો તેજ

ખબરી ગુજરાત ગુજરાત રાજકારણ

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક પછી એક કોંગ્રેસના નેતા ભાજપગમન કરી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા હાથનો સાથ છોડે તેવી અટકળો તેજ બની છે.

આ પણ વાંચો – 10 માર્ચે ખેડૂતો કરશે ‘રેલ રોકો’ આંદોલન

PIC – Social Media

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમ ભાજપમાં (BJP) ભરતી મેળો શરૂ થયો હોય તેવો ઘાટ ઘડાયો છે. એક પછી એક નેતા પક્ષપલટો કરી ભાજપગમન કરી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસને (Congresh)વધુ એક મોટો આંચકો લાગે તો નવાઈ નહિ. જી હા દિગ્ગજ નેતા સીજે ચાવડા બાદ વધુ એક કોંગ્રેસના કદાવર તેના ભાજપમાં જોડાઈ તેવી અટકળો તેજ બની છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર રાજુલાના પૂર્વ ધારાસભ્ય (Rajula Ex MLA) અમરીશ ડેર (Ambarish Der) પણ હવે કોંગ્રેસ છોડી શકે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સીઆર પાટી અનેકવાર આપી ચૂક્યા છે આમંત્રણ

આપને જણાવી દઈએ કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરની કોંગ્રેસના મોટા નેતા તરીકે ગણના કરવામાં આવે છે. ત્યારે સીઆર પાટીલે (CR Patil) પણ અંબરીશ ડેરને ભાજપમાં સામેલ કરવા ખુલ્લી ઓફરો આપી ચૂક્યા છે. અગાઉ સીઆર પાટીલે બસ અને રૂમાલનો દાખલો આપી આડકતરી રીતે ડેરને આડકતરુ મીઠુ મેણું માર્યું હતુ. પરંતુ હવે સીઆર પાટીલે ભાજપની બસની સીટ પર રાખેલા રૂમાલ લઈને એ જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા હોય એવી ચર્ચા ચાલી છે. એટલું જ નહીં અમરીશ ડેરને ભાજપમાંથી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

કોંગ્રેસનો કર્યો હતો ખુલ્લો વિરોધ

અગાઉ કોંગ્રેસે રામમંદિરના આમંત્રણનો અસ્વીકાર કર્યો ત્યારે પણ તેઓએ કોંગ્રેસની ખુલીને ટીકા કરી હતી. તેઓએ હાઇકમાન્ડના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. ત્યાર બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાનો દોર શરૂ થયો હતો. ત્યારે આજે ફરી અંબરીશ ડેરની ભાજપ જોડાણની અટકળોને બળ મળ્યું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અમરીશ ડેર વર્ષ 2017માં રાજુલા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા, તે સમય તેઓ હીરા સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા. જ્યારે 2022ની ચૂંટણીમાં અંબરીશ ડેરનો હીરા સોલંકી સામે પરાજય થયો હતો. આમ અંબરીશ ડેરની ગુજરાત કોંગ્રેસના એક મોટા નેતા તરીકે ગણના કરવામાં આવે છે. હવે જોવું રહ્યું કે અંબરીશ ડેર હાથનો સાથ આપશે કે કેસરિયા કરશે?