હિટમેન બન્યો ડકમેન, બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

ખબરી ગુજરાત રમતગમત

Rohit Sharma : ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અફઘાનિસ્તાન વિરુદ્ધ બંને ટી20 મેચમાં ડક આઉટ (Duck Out) થયો છે. બીજી ટી20 મેચમાં તો રોહિત શર્માએ પોતાની વિકેટ રીતસર ભેટ કરી દીધી હતી. રોહિત અફઘાનિસ્તાનના (Afaghanistan) ફાસ્ટ બોલર ફજલહક ફારુકીના (Fazalhaq Farooqui) બોલ પર શોટ મારવાના ચક્કરમાં બોલ્ડ થઈ ગયો હતો.

આ પણ વાંચો : સચિન તેંડુલકર બન્યો ડીપફેકનો શિકાર, શેઅર કર્યો વિડિયો

PIC – Social Media

ટીમ ઇન્ડિયા અફઘાનિસ્તાન (IND vs AFG) વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરિઝમાં પોતાના નામે કરી લીધી છે. ઇન્દોરમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતુ. આ ટી20 સિરિઝ (T20 series) દ્વારા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ ક્રિકેટના આ ફોર્મેટમાં વાપસી કરી છે. ફેન્સને આશા હતી કે રોહિત કમબેક સિરિઝમાં ધમાકેદાર ઇનિંગ રમશે. પણ આ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. રોહિત આ સિરિઝમાં હજુ સુધી ખાતુ પણ ખોલાવી શક્યો નથી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી20ના પહેલા મુકાબલામાં રોહિત એક બોલ રમીને રનઆઉટ (Run out) થઈ ગયો હતો. જ્યારે બીજી ટી20 મેચમાં રોહિત પહેલા જ બોલમાં બોલ્ડ થઈ ગયો હતો. એટલે કે રોહિત બંને ટી20 મેચમાં દરમિયાન માત્ર બે બોલ રમી શક્યો છે. પહેલી ટી20માં રોહિત શર્મા બેટ્સમેન શુભમન ગિલ (Shubaman Gill) સાથે થયેલી ગફલતના કારણે રનઆઉટ થયો હતો.

પરંતુ બીજા મેચમાં ભારતીય કેપ્ટન પહેલા જ બોલમાં જે રીતે શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી તે ખૂબ જ નિરાશાજનક હતુ. ફઝલહક ફારુકીના બોલ પર રોહિત પુલ શોટ રમવા માંગતા હતા. તે દરમિયાન રોહિત બોલની લાઇન મિસ કરી ગયા અને બોલ્ડ થઈ ગયો. રોહિત શર્મા 12મી વખત ટી20 ઇન્ટરનેશનમાં (T20 International) ડક પર આઉટ થયા છે.

રોહિત હવે ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુવાર શૂન્ય પર આઉટ થવાને મામલે સંયુક્ત રૂપે બીજા નંબર પર આવી ગયો છે. આયરલેન્ડના કેવિન બ્રાયન અને રવાંડાના કવરે કેવિન ઇરાકોજ પણ ટી20 ઇન્ટરનેશનલમાં 12 વખત ડક આઉટ થઈ ચૂક્યા છે. આયરિશ કેપ્ટન પોલ સ્ટર્લિંગ 13 વાર શૂન્ય પર આઉટ થયો છે અને તે પહેલા નંબરે છે. જો કે આઇસીસીના પૂર્ણ સદસ્ય દેશો વચ્ચે થયેલા મુકાબલામાં રોહિત શર્મા સૌથી વધુ ડક પર આઉટ થયા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ડક્સ

પોલ સ્ટર્લિંગ (આયર્લેન્ડ) – 13
કેવિન એરાકોસ (રવાંડા) – 12
કેવિન ઓ’બ્રાયન (આયર) – 12
રોહિત શર્મા (ભારત)- 12
ડેનિયલ ઈનેફી (ઘાના)- 11
જપ્પી બિમેનિમાના (રવાંડા)- 11
રેજીસ ચકાબ્વા (ઝિમ્બાબ્વે)- 11
ઓર્કિડ ટ્યુસેન્જ (રવાંડા) – 11
સૌમ્યા સરકાર (બાંગ્લાદેશ)- 11

T20માં સૌથી વધુ વિકેટ (સંપૂર્ણ સભ્ય દેશો વચ્ચેની મેચો)

12 રોહિત શર્મા
11 રેજીસ ચકબ્વા/સૌમ્યા સરકાર
10 ઉમર અકમલ/તિલકરત્ને દિલશાન/દાસુન શનાકા

આ પણ વાંચો : 16 January History – 16મી જાન્યુઆરીનો ભારત અને વિશ્વનો ઇતિહાસ મુખ્ય ઘટનાઓ

ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા રોહિતના ખરાબ શોટથી આઉટ થવા પર નારાજ જોવા મળ્યાં હતા. આકાશે પોતાના યુટ્યુબ ચેનલ પર કહ્યું, જે રીતે રોહિત આઉટ થયો તે ખૂબ હેરાન કરનારું છે. તે પહેલો બોલ રમી રહ્યાં હતા. તેઓ આવો શોટ રમતા નથી. તેઓ પહેલા બોલમાં બોલ્ડ થયા. છેલ્લી મેચમાં તેઓ રન આઉટ થયા હતા અને આ મેચમાં શૂન્ય પર બોલ્ડ થયા. તેઓએ આ સિરીઝમાં અત્યાર સુધીમાં એક પણ રન બનાવ્યો નથી.