ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે

Jobs in Junagadh: જૂનાગઢમાં યોજાશે રોજગાર ભરતી મેળો, જાણો સંપૂર્ણ માહિતી

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

Dinesh Rathod, Gujarat, Khabri media
Job fair in Junagadh: જૂનાગઢ જિલ્લાનાં ઉત્સાહી અને ઉર્જાવાન રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ મધર ડેરી, જે.બી.એન્ટર પ્રાઇઝ, તથા ઇન્ટીટી મોટર્સ એકમ ખાતે ભરતી હેતુ ખાલી પડેલ ટેકનિશીયન, મિકેનિક, ફિલ્ડ એન્જિનિયર તેમજ સેલ્સ એક્ઝીક્યુટીવની જગ્યાઓ માટે 18થી 45 વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એચ.એસ.સી, આઇ.ટી.આઇ તેમજ ડિપ્લોમા ઈન મિકેનિકલ એન્જિનિરિંગ કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ પ્રથમ માળ, બહુમાળી ભવન સરદાર બાગ, જૂનાગઢ ખાતે તા. 23-11-2023ના રોજ સવારે 10:30કલાકે કરવામાં આવેલ છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

અનુબંધમ પોર્ટલ પર જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે.

આ પણ વાંચો: ગિરનાર પરિક્રમામાં આવતા ભાવિકો માટે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી CPRની તાલીમ

વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર 02852620139 મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.