છત્તીસગઢમાં 10 વર્ષમાં સૌથી મોટુ ઓપરેશન, 29 નક્સલીઓ ઠાર

दिल्ली NCR ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Chhattisgarh Anti Naxal Operation: સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણ પહેલા પાંચ પ્રકારના ઇનપુટ્સ મળ્યા હતા. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી.

આ પણ વાંચો – રણ પ્રદેશોમાં પૂરનો પ્રકોપ, તસવીરોમાં જુઓ દુબઈની હાલત

PIC – Social Media

Chhattisgarh Anti Naxal Operation: છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન હેઠળ સુરક્ષા દળોએ મંગળવારે (16 એપ્રિલ) સૌથી મોટુ ઓપરેશન હાથ ધરી કાંકેર વિસ્તારમાાં 29 નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. આ તમામ માઓવાદીઓના મૃતદેહોને જપ્ત કરવામાં આવ્યાં છે. પોલીસનું કહેવું છે કે આ આંકમાં વધારો થઈ શકે છે. કેમ કે તપાસ અભિયાન હજુ શરૂ છે.

આ અથડાણમાં બીએસએફના બે જવાન અને રાજ્ય પોલીસના જિલ્લા રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)ના એક કર્મચારી સહિત ત્રણ સુરક્ષાકર્મીઓને ઇજા થઈ છે. સુરક્ષા દળ અનુસાર, જો ઠાર થયેલા નક્સલિઓનો આકંડો 30 પાર જાય તો છેલ્લા 10 વર્ષોમાં ફોર્સ દ્વાર કરવામાં આવેલુ સૌથી મોટુ ઓપરેશન હશે. આ પહેલા ગ્રેહાઉન્ડ કમાંડોએ 2016માં એક ઓપરેશનમાં 30 નક્સલિઓનો સફાયો કર્યો હતો. 2021માં એક અન્ય ઓપરેશનમાં નક્સલી નેતા મિલિંદ તેલતુંબડેને 25 લોકો સાથે ઠાર કરાયો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પોતાનામાં એક અનોખુ ઓપરેશન

જો કે, આ પહેલુ એવું ઓપરેશન હશે કે જેમાં મોટી સંખ્યામાં નક્સલિઓનો સફાયો કરવામાં આવ્યો હોય અને એકપણ સુરક્ષા કર્મી ઘાયલ થયો ન હોય. છત્તીસગઢ પોલીસે કહ્યું કે, 16 એપ્રિલે, કાંકેર ડીઆરજી અને બીએસએફની એક સંયુક્ત ટીમ દ્વારા કાંકેર જિલ્લાના છોટેબેટિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક તપાસ અભિયાન શરૂ કર્યું હતુ. બપોરે આશરે 2 વાગ્યે છોટેબેટિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીનાગુંડા-કોરગુટ્ટા જંગલો પાસે માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો.

મોટી સંખ્યામાં હથિયારો જપ્ત

તેઓએ આગળ જણાવતા કહ્યું કે, અથડામણ બાદ આ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘટના સ્થળેથી 29 નક્સલિઓની લાશ, મોટી સંખ્યામાં એકે 47 રાઇફલ, ઇંસાસ, એસએલઆર/કાર્બાઇન, .303 રાઇફલ અને મોટી સંખ્યામાં હથિયાર, ગોળા બારુદ જપ્ત કરવામાં આવ્યાં છે. ઓપરેશનમાં 3 જવાન ઘાયલ છે પરંતુ તેઓની હાલત સ્થિર છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 3 એસએલઆર, 1 એકે-47, 2 પિસ્તોલ, 2 આઈએનએનએએસ જપ્ત કરવામાં આવ્યાં છે. પોલીસ અનુસાર શંકર રાવ જેના પર 25 લાખનું ઇમાન હતુ અને લિલતા પણ ઓપરેશનમાં ઠાર થયા છે. બસ્તર આઈજી પી સુંદરરાજ અનુસાર, આ વિસ્તારમાં સૌથી મોટા નક્સલ વિરોધી અભિયાનમાંથી એક છે. આ અથડામણ બાદ આ વર્ષે અત્યાર સુધી કાંકેર સહિત સાત જિલ્લાવાળા બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અલગ અલગ અથડામણમાં 79 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે.