આનંદો! રાજ્ય સરકારે લીધો ફિક્સ પગાર કર્મચારીઓ માટે મોટો નિર્ણય

ખબરી ગુજરાત ગુજરાત

Harsjit Jani, Gandhinagar

ગુજરાત સરકારે દિવાળી પહેલા ફિક્સ પગાર ધોરણ પર રહેલા કર્મચારીઓ માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારની કેબિનેટમાં પગાર વધારાને મંજૂરી આપી દેવાની હોવાની માહિતી સામે આવી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ફિક્સ પગાર કર્મચારીઓને રાજ્ય સરકાર 30 ટકાનો ધરખમ વધારો આપવા જઈ રહી છે

રાજ્ય સરકારની કેબિનેટમાં પગાર વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. તો બીજી તરફ લાંબા સમયથી ફિક્સ પે કર્મચારીઓ પગારવધારાની માંગ કરી રહ્યાં હતા. તો લાંબા સમયથી પગાર વધારો આપવાનો પણ બાકી હતો. વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, સરકાર ફિક્સ પેમાં 30 ટકાનો વધારો કરી શકે છે. આજે સાંજે આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેને કેમ ધર્યું રાજીનામું?

ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં સરકારી નોકરી કરતા ફિક્સ પગારના કર્મચારીઓને માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાક દિવાળી પહેલા ગુજરાત સરકાર ફિક્સ પેના કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. આજે સાંજ સુધીમાં સરકાર ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારાની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

જણાવી દઈએ કે, લાંબા સમયથી પગાર વધારો આપવાનો બાકી છે. આ અગાઉ રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જેમાં કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને રૂ.14 લાખની આર્થિક સહાય આપવાનો નિર્ણય રાજ્ય સરાકર દ્વારા લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-ગુજરાતને ડરાવી રહ્યાં છે હાર્ટએટેકના કેસ; રાજ્યમાં એકસાથે ત્રણ યુવકોના મોત