બેસતા વર્ષે માઠી બેસી, બે દુર્ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યાં

ખબરી ગુજરાત ગુજરાત

Gujarat Accident News : નવું વર્ષ બેસતા જ જાણે માઠી બેઠી હોય તેમ અલગ અલગ જગ્યાએ બે અમંગળ ઘટનાઓ સામે આવી હતી. જેમાં એક અકસ્માતમાં 3 યુવકો જ્યારે સુરતમાં બનેલી એક દુર્ઘટનામાં 4 કામદારોના મોત થયા છે. દેહગામ-બાયડ રોડ પર ગઈ કાલે સર્જાયેલા અકસ્માતમાં 3 ભાઈઓના મોત થયા હતા. જ્યારે સુરતના પલસાણામાં ટાંકીની સફાઈ કરવા ઉતરેલા 4 કામદારોના ગુંગળાઈ જવાથી મોત થયા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં અનુભવાયો ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું તાપમાન?

ગાંધીનગરમાં ટ્રકની ટક્કરે 3 ભાઈઓના મોત

મળતી માહિતી અનુસાર, બેસતા વર્ષે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર 3 ભાઈઓના મોત થવાથી પરિવાર માથે આભ તૂટી પડ્યું હતુ. દહેગામ-બાયડ હાઈવે પર દહેગામના મહુન્દ્રા ગામના ત્રણ યુવકો બેસતા વર્ષે મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતા. તે દરમિયાન જ પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ત્રણેય બાઈક સવારોને અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં બે સગા ભાઈ અને એક યુવાન સહિત 3 લોકોના મોત થયા હતા. નાના એવા ગામમાં 3 લોકોના અકાળે મોત થતા ખુશીનો માહોલ શોકમાં ફેરવાય ગયો હતો.

આ પણ વાંચો : આજની સૌથી સટિક ભવિષ્યવાણી

સફાઈ કરવા ઉતરેલા કામદારોના મોત

બીજી બાજુ સુરત જિલ્લામાં પણ બેસતા વર્ષે કરુણાંતિકા સર્જાઈ હતી. અહીં કિરણ ઈન્ડસ્ટ્રીઝમાં સર્જાયેલી દુર્ઘટનામાં 4 કામદારોના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર, સુરતના પલસાણામાં કિરણ ઈન્ડસ્ટ્રીઝમાં ઇન્ફ્યુલેન્ટ ટ્રીટમેન્ટના કૂવાની સફાઈ કરવા ઉતરેલા 4 મજુરોના ગુંગળાઈ જતા મોત થયા છે. ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી મજુરોના મૃતદેહો બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. નવા વર્ષના દિવસે જ કામદારોના મોતથી પરિવારજનોમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાય ગયો હતો.

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો