ગુજરાતમાં અનુભવાયો ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું તાપમાન?

ખબરી ગુજરાત ગુજરાત

Cold In Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો ઠંડી (Cold) અને ગરમી એમ બે ઋતુઓનો અનુભવ કરી રહ્યા હતા. ત્યારે હવે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં ઠંડી(Cold)નો ચમકારો અનુભવાયો છે. ઠંડીની શરૂઆત થતા જ તાપણાં અને ગરમ કપડા તૈયાર રાખવાની નોબત આવી છે. તો આવો જાણીએ ક્યા કેટલું તાપમાન નોંધાયું.

ક્યાં શહેરમાં કેટલું તાપમાન

જો આજના હવામાન વિભાગના આંકડા જોઈએ તો બનાસકાંઠા જિલ્લામાં સૌથી નીચુ તાપમાન નોંધાયું હતુ. અહીં 17 ડીગ્રી તાપમાન નોંધાયું હતુ. જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 18 ડિગ્રીએ પહોંચ્યો હતો. વડોદરમાં 18 ડિગ્રી, ડિસામાં 18 ડિગ્રી, રાજકોટમાં 19 ડીગ્રી અને નલિયામાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે સુરતમાં 21 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

હવામાન નિષ્ણાંતનું માનીએ તો ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા ઉત્તર પૂર્વના ઠંડા પવનો શરૂ થયા છે. જેના કારણે રાજ્યમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી સુધી નીચે ગગડશે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 દિવસ ઠંડીની આગાહી કરવામાં આવી હતી જે સાચી ઠરી છે.