રાજકોટ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થાન દ્વારા 18 એકર જેવી વિશાળ જગ્યામાં કાગદડી ખાતે આધુનિક કન્યા ગુરુકુળનું નિર્માણ થઈ રહ્યું છે..

Rajkot: રાજ્યપાલના હસ્તે રાજકોટના કાગદડીમાં ‘શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ’નું શિલારોપણ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: રાજકોટ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થાન દ્વારા 18 એકર જેવી વિશાળ જગ્યામાં કાગદડી ખાતે આધુનિક કન્યા ગુરુકુળનું નિર્માણ થઈ રહ્યું છે. જેનો શિલારોપણ સમારોહ આજે રાજ્યપા આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પણ વાંચો: સોનલધામ મહોત્સવમાં વીડીયો સંદેશથી શુભકામના પાઠવતા પીએમ મોદી

રાજ્યપાલને આ કન્યા ગુરુકુળના ટ્રસ્ટી તરીકે ઘોષિત કરવામાં આવ્યા

આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રવચન કરતા કહ્યું હતું કે, વર્તમાન સમયમાં દીકરીઓ માટે ગુરુકુળની ખાસ આવશ્યકતા છે. સ્વામિનારાયણ ગુરુકુળ પરંપરાએ એવા મનુષ્યોનું નિર્માણ કર્યું છે, જેઓ માત્ર પોતાનાઓને જ નહીં, પણ અન્ય લોકોને પણ આત્મીય ગણે છે. આવું મહાન ચિંતન, રાષ્ટ્રવાદી અને સમાજ ઉત્થાનનો વિચાર, પરિવારની ઉન્નતિ થાય એવી વિચાર પ્રણાલિ ગુરુકુળ શિક્ષણ પરંપરામાં ભણેલા લોકોમાં જોવા મળે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

શિક્ષિત યુવાનોને રાષ્ટ્રની સૌથી મોટી મૂડી ગણાવતા રાજ્યપાલએ કહ્યું હતું કે, આવા યુવાનો પરિવાર સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરે છે. આજે દીકરીઓના ગુરુકુળની ખાસ જરૂર છે. કારણકે દીકરી બે કુળનું નિર્માણ કરે છે. જો દીકરી સંસ્કારી, ધર્મ પરાયણ, પરોપકારી હશે તો ભાવિ પેઢી પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરનારી બનશે. વૈદિક કાળમાં પણ મહિલાઓને શાસ્ત્ર અને જ્ઞાન પ્રાપ્તિનો પુરો અધિકાર હતો, તેના ઉદાહરણ અને સંદર્ભો સાથે તેમણે કહ્યું હતું કે, આવા કન્યા ગુરુકુળમાં દીકરીઓના શિક્ષણથી પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે, ગુરુકુળની દીકરીઓ પણ તેમાં પોતાનું યોગદાન આપે એવા સંકલ્પ સાથે આપણે આગળ વધવાનું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ, સ્વામિનારાયણ સંતો દ્વારા દેશમાં કન્યા ગુરુકુળ સ્થાપવાના કરેલા નિર્ણયને અને ઐતિહાસિક અને ક્રાંતિકારી ગણાવ્યો હતો. ભારત સરકાર વતી સંતોને અભિનંદન આપતા તેમણે કહ્યું હતું કે, બહેનો પર ગુરુકુળ પરંપરાના સંસ્કારોની છાપ પડે તે અગત્યનું છે. દેશની માતાઓના ઘડતર માટેનો આ પ્રયાસ સ્તુત્ય છે. આજે આપણી સમાજ વ્યવસ્થા અને જીવનશૈલીમાં અનેક પરિવર્તન આવ્યા છે ત્યારે દીકરીઓના ઘડતરની ખાસ જરૂર છે. આઝાદીના અમૃત કાળમાં આ કામના થઈ રહેલા પ્રારંભને તેમણે ધન્યવાદ પાઠવ્યા હતા.

આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંતોએ છેલ્લા ૭૫ વર્ષથી શિક્ષણયજ્ઞ શરૂ કર્યો છે અને ગુરુકુળએ સમાજને લાખો છાત્રો આપ્યા છે, જેઓ વ્યસનમુક્ત થઈને સમાજના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે.

હવે દીકરીઓને કન્યા ગુરુકુળમાં શ્રેષ્ઠતા સાથે, રાષ્ટ્ર ભક્તિ સાથેનું સારું શિક્ષણ મળશે. આ દીકરીઓ નારીમાંથી નારાયણી બનીને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપશે. તેમણે કહ્યું હતું કે, સંપત્તિ બધું સુખ આપી શકે પરંતુ માનસિક શાંતિ તો જ્ઞાન સાથેનું શિક્ષણ જ આપી શકે છે. આ કન્યા ગુરુકુળમાં દીકરીઓ શ્રેષ્ઠ વિચારો સાથેનું શિક્ષણ અને જ્ઞાન મેળવીને તેજસ્વિની બનશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

આ તકે રાજકોટ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સંસ્‍થાનના વરિષ્ઠ સંત પૂજ્ય સ્વામી દેવકૃષ્ણ દાસજી, મહંત દેવપ્રસાદ દાસ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.

આ અવસરે કન્યા ગુરુકુળ માટે 18 એકર જેવી વિશાળ જમીનનું દાન આપનારા ભૂમિદાતા વસંત લિંબાસિયાનું સન્માન કરાયું હતું. આગમન બાદ રાજ્યપાલનું સ્વાગત બહેનોએ મિલેટ્સથી બનાવેલા હારથી કરાયું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારિયા અને રામ મોકરિયા, રાજકોટના મેયર નયના પેઢડિયા, ધારાસભ્ય દર્શિતા શાહ અને કાંતિ અમૃતિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણા રંગાણી, રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગ, અન્ય સંતો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.