શું રિલ્સ અને પોસ્ટ જોવા માટે ચુકવવા પડશે પૈસા? ઇન્સ્ટાગ્રામનું નવું ફિચર

ખબરી ગુજરાત બિઝનેસ

Instagram New Feature: ઇન્સ્ટાગ્રામ એક નવું પેઇડ ફિચર રજૂ કરવા જઈ રહ્યું છે. જેમાં યુઝર્સ મનગમતા કન્ટેન્ટ ક્રિએટર્સને ફૉલો કરવા માટે પૈસા ચુકવવા પડશે. આ ફિચર ક્રિએટર્સ માટે આવકનું સાધન બનશે.

આ પણ વાંચો – શું તમે બાળકો સાથે રેલવેમાં મુસાફરી કરો છો? તો વાંચો આ સમાચાર

PIC – Social Media

Instagram New Feature: સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ લોકોમાં ખૂબ પોપ્યુલર છે. કંપની પાસે 2 બિલિયનથી પણ વધુ એક્ટિવ સબ્સક્રાઇબર્સ છે. ત્યારે હવે ઇન્સ્ટાગ્રામ પર એક નવું ફિચર આવી રહ્યું છે. જેમાં તમારે ફેવરિટ કન્ટેન્ટ ક્રિએટરને ફોલો કરવા માટે પૈસા આપવા પડશે. જેથી તમે પોતાના ફેવરિટ કન્ટેન્ટ ક્રિએટરને પેઈડ સબ્સક્રિપ્શન દ્વારા સપોર્ટ કરી શકશો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામના આ નવા ફિચરનુ નામ સબ્સક્રિપ્શન સ્ટોરીઝ ટીઝર છે. જેમાં નોન-સબ્સક્રાઇબર્સને કન્ટેન્ટ ક્રિએટર્સના કન્ટેન્ટને જોવા માટે પૈસા ચુકવવા પડશે. ઇન્સ્ટાગ્રામ પર આ ફિચર ક્રિએટર્સની સ્ટોરીઝમાં માત્ર સબ્સક્રાઇબર કન્ટેન્ટ બતાવશે. એવામાં આ કન્ટેન્ટ નોન-સબ્સક્રાઇબર્સને જોવા મળશે નહિ. આમ જો તમે પણ તેના માટે પૈસા ચુકવો તો તમે પણ સરળતાથી પેઇડ કન્ટેન્ટ જોઈ શકશો.

ક્રિએટર્સને મળશે આવકનો સ્ત્રોત

આ નવા ફિચરથી દુનિયાભરના ક્રિએટર્સને પૈસા કમાવાનો મોકો મળશે. કંપનીએ આ નવા ટૂલનું સબ્સક્રિપ્શન શરૂ કરી દીધુ છે. તેમાં ક્રિએટર્સ એ પણ ચેક કરી શકશે કે તેનું સબ્સક્રિપ્શન ટૂલ કઈ રીતે કામ કરી રહ્યું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સાથે જ ક્રિએટર્સને સરળતાથી ખબર પડી જશે કે તેની સ્ટોરીઝ પર સબ્સક્રાઇબર્સ સ્ટીકર પર કેટલા લોકોએ ટેપ કર્યું છે. તે સિવાય કંપની ક્રિએટર્સને એક્સક્લુઝિવ કન્ટેન્ટને પ્રોટેક્ટ કરવા માટે એક નવા ફીચર પર કામ કરી રહી છે. જેમાં કોઈપણ યુઝર્સ તેને રેકોર્ડ કે તેનો સ્ક્રીનશોટ લઈ શકશે નહિ.