કુતરા પાળવાનો શોખ હોય તો, વાંચો આ સમાચાર

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Dog Bite Case: ક્યારેક આપણો શોખ કે પ્રાણિઓ પ્રત્યેની ભાવના આપણાં માટે જીવલેણ સાબિત થાય છે. દેશ દુનિયામાં રોજેરોજ શ્વાન દ્વારા હુમલાના સમાચાર તમે વાંચતા હશો. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ પણ વાંચો : Business Idea: આ ધંધામાં નહિ આવે ક્યારેય મંદી

PIC – Social Media

Dog Bite Case: જે શ્વાનને પોતાના ઘરની રખવાળી કરવા માલિક લઈને આવ્યો હતો. તે જ શ્વાને માલિકના શરીરે 60 થી વધુ ઇજા પહોંચાડી હતી. પાળતુ શ્વાન પોતાના જ માલિકના હાથ અને પગના ભાગે બચકા ભરતો રહ્યો અને લાચાર માલિક છૂટવા માટે પ્રયત્ન કરતો રહ્યો. જો કે વૃદ્ધનો દિકરો જોઈ જતા તેણે હિંસક શ્વાનને કાબુમાં કરી પોતાના પિતાનો જીવ બચાવ્યો હતો. રૂંવાડા ઊભા કરી દેતી આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સામે આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી અનુસાર રોક્સિ પુલ નિવાસી તેજેન્દ્ર ધોરપડેના ઘરે તેઓએ રોટ વિલર પ્રજાતિનો કુતરો પાળ્યો હતો. 63 વર્ષના તેજેન્દ્ર ઘોરપડેએ વિચાર્યુ કે પાળતુ શ્વાન તેના ઘરનું રક્ષણ કરશે. પરંતું આ જ કુતરો માલિક માટે ઘાતક સાબિત થયો.

સોમવારે તેજેન્દ્ર પોતાના પાળતુ કુતરાને ખવડાવાનું ભૂલી ગયો હતો. રાત્રે સૂતી વખતે તેને ખ્યાલ આવ્યો કે તેણે આજે પોતાના શ્વાનને ખાવાનું આપ્યું નથી. તેથી આશરે તે 12 વાગ્યે પોતાના કુતરા માટે ખાવાનું લઈને પહોંચ્યો. તે દરમિયાન શ્વાન હિંસક બની પોતાના માલિક પર હુમલો કરી દીધો.

કુતરાએ તેજેન્દ્રને અનેક જગ્યાએ બચકા ભરી માંસ ખેંચી લીધુ હતુ. તેજેન્દ્ર પોતાના જ કુતરાથી ભયભીત થઈ ગયો. તેનો જ કુતરો તેના પગ અને હાથનું માંસ ખેચી ખેચીને ખાઈ રહ્યો હતો. તે પોતાના જ પાળતુ કુતરાથી પોતાનો જીવ બચાવવા મથી રહ્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

પિતાની ચીસો સાંભળીને તેનો મોટો દીકરો ઘટના સ્થળે પહોંચ્યો અને પોતાના પિતાનો જીવ જોખમમાં જોઈ કુતરાના ગળામાં પટ્ટો નાખી તેને કાબુમાં કર્યો. પરંતુ ત્યાં સુધીમાં તેજેન્દ્રના શરીને 60 વધુ ઘાવ થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં અમિત પોતાના પિતાને લઈ હોસ્પિટલ પહોંચ્યો અને સર્જિકલ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી.

આ પણ વાંચો : અરબ સાગરમાં Indian Navyની શૌર્યતા, પાર પાડ્યું મોટુ ઓપરેશન

ખતરનાક હોય છે રોટ વિલર પ્રજાતિના કુતરા

કહેવામાં આવી રહ્યું છે કે ભૂખના કારણે રોટ વિટર પ્રજાતિનો કુતરો હિંસક થઈ ગયો અને તેણે પોતાના જ માલિક પર હુમલો કરી દીધો. આ ઘટના એ લોકો માટે એક ચેતવણી કહી શકાય કે જેઓ હિંસક પ્રજાતિના કુતરાઓને પાળતુ બનાવે છે. પિટ બુલ બાદ રોટ વિલરની સૌથી હિંસક કુતરાઓની પ્રજાતિ તરીકે ગણતરી થાય છે. જે પોતાના માલિક પર પણ હુમલો કરી દે છે. ત્યારે આ પ્રજાતિના કુતરાઓ પાળતા પહેલા સો વાર વિચારી લેવું જોઈએ.