ભારતીય મહિલા ટીમને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત રમતગમત

ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝનો આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રારંભ થયો છે. આજે પ્રથમ T20માં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવીને 198 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતીય મહિલા ટીમ આ લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી.

આ પણ વાંચોભુજના દહીંસરામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ T20 મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 38 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે છ વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા છ વિકેટ ગુમાવીને 159 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડની ટીમ ત્રણ મેચની ટી20 શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી નેટ શિવરે 77 રન બનાવ્યા હતા અને ડેનિયલ યોટે પણ 75 રનનું યોગદાન આપ્યું હતું. સોફી એક્લેસ્ટને બોલ સાથે ત્રણ વિકેટ લીધી હતી. ભારત તરફથી શેફાલી વર્માએ 52 રન અને હરમનપ્રીત કૌરે 26 રન બનાવ્યા હતા. બોલ ફેંકતી વખતે રેણુકા સિંહે ત્રણ અને શ્રેયંકા પાટીલે બે વિકેટ લીધી હતી.