Electoral bond case : CJIની SBIને ફટકાર, કહ્યું…

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Electoral bond case : સુપ્રીમ કોર્ટના આદેશથી ચૂંટણી પંચે હાલમાં જ પોતાની વેબસાઇટ પર ઇલેક્ટોરલ બોન્ડની માહિતી અપલોડ કરી દીધી છે. જોકે, તેમાં બોન્ડ નંબર નથી.

આ પણ વાંચો – દુનિયાની મોસ્ટ પાવરફૂલ ફોર્સની યાદી જાહેર, જાણો ભારતનું સ્થાન

PIC – Social Media

Electoral bond case : સોમવારે (18 માર્ચ) સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટોરલ બોન્ડ કેસની સુનાવણી થઈ હતી. કોર્ટની બંધારણીય બેન્ચે ચૂંટણી બોન્ડના યુનિક નંબરના ખુલાસા અંગેની સુનાવણી દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને ઠપકો આપ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે SBIએ દરેક જરૂરી માહિતી આપવી પડશે. તેના પર SBIએ કહ્યું કે તેની છબી ખરડાવામાં આવી રહી છે.

જ્યારે છેલ્લી વખત ઈલેક્ટોરલ બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી, ત્યારે કોર્ટે SBIને બોન્ડનો યુનિક નંબર જાહેર ન કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે SBIએ યુનિક નંબર જાહેર કરવો જોઈએ કારણ કે તે આવું કરવા માટે બંધાયેલી છે. યુનિક નંબર દ્વારા, તે જાણી શકાય છે કે દાન કયા રાજકીય પક્ષને આપવામાં આવ્યું હતું અને દાન આપનાર વ્યક્તિ/કંપની કોણ હતી.

SBI પસંદગીની માહિતી આપી શકે નહીં : ચીફ જસ્ટિસ

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બંધારણીય બેંચે ઈલેક્ટોરલ બોન્ડની યુનિક સંખ્યાના મુદ્દા પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે SBI વતી હાજર રહેલા વકીલ હરીશ સાલ્વેને કહ્યું કે અમે સંપૂર્ણ વિગતો આપવા કહ્યું છે. પરંતુ SBIએ પસંદગીની માહિતી આપી છે. બેન્ક આવુ ન કરી શકે. આ અંગે સાલ્વેએ કહ્યું કે અમે તમામ માહિતી આપવા તૈયાર છીએ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

SBI વિશે ખોટી છબી ઉભી કરવામાં આવી રહી છે.

ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે તમે દરેક બાબત માટે અમારા આદેશની રાહ જોઈ શકતા નથી કે અમે કોર્ટ જે કહેશે તે કરીશું. તમારે ઓર્ડર સમજવો જોઈએ. તેના પર હરીશ સાલ્વેએ કહ્યું કે SBI વિશે ખોટી છબી બનાવવામાં આવી રહી છે. ઓર્ડરમાં શું લખ્યું હતું તે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ. અમે સમજીએ છીએ કે અમને બોન્ડની તારીખ, બોન્ડ ખરીદનાર વ્યક્તિનું નામ, રકમ અને તે રોકડ મેળવનાર વ્યક્તિની વિગતો આપવાનું કહેવામાં આવ્યું છે.

સુનાવણી દરમિયાન સાલ્વેએ કહ્યું કે રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને જણાવવાનું હતું કે કોણે તેમને કેટલું દાન આપ્યું છે અને આ માહિતી પણ સીલબંધ પરબિડીયામાં કોર્ટને આપવામાં આવી હતી. તેથી આ માહિતી બહાર આવવાની ફરજ પડી હતી. તેણે કહ્યું કે જો બોન્ડ નંબર આપવો હશે તો ચોક્કસ આપીશું. અમને આમાં કોઈ સમસ્યા નથી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

સુનાવણી દરમિયાન શું થયું?

CJIએ હરીશ સાલ્વેને પૂછ્યું કે અમને જણાવો કે તમારી પાસે કયા ફોર્મમાં ડેટા છે. સાલ્વેએ જવાબ આપ્યો કે પહેલા ગોપનીયતાની શરત હતી, તેથી તેને અલગ રાખવામાં આવી હતી. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે અગાઉ તમે બે અલગ-અલગ જગ્યાએ આંકડા આપ્યા હતા. હવે એવું લાગે છે કે 3 જગ્યાએ ડેટા હતો. બોન્ડ નંબર અલગ જગ્યાએ હતો. સાલ્વેએ જવાબ આપ્યો કે ના, તે માત્ર બે જગ્યાએ હતું.

આ પણ વાંચો – આખરે એલ્વિશ યાદવે ગુનો કબુલ્યો, જાણો શું કહ્યું?

ચીફ જસ્ટિસે પૂછ્યું, તો પછી આલ્ફા ન્યુમેરિક યુનિક નંબરનો ઉપયોગ શું થયો? શું કેશિયરે બ્રાન્ચ નંબર સાથે મેચ કરીને પેમેન્ટ કર્યું નથી? સાલ્વેએ કહ્યું કે ના, તે પણ કેવાયસીના આધારે કેશ કરવામાં આવી હતી. તેના પર ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે તે ઠીક છે. અમે હવે આદેશ આપીએ છીએ કે SBIએ પણ બોન્ડ નંબર જાહેર કરવો જોઈએ અને અન્ય કોઈ માહિતી પોતાની સાથે રાખવી જોઈએ નહીં. બધુ જણાવામાં આવે.

સાલ્વેએ કહ્યું કે ચોક્કસ, પરંતુ મીડિયામાં અને અન્ય જગ્યાએ અમને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે. અમને કોઈપણ માહિતી છુપાવવામાં રસ નથી. અમે બધુ ઉપલબ્ધ કરાવીશુ.