મલયાલમ મેગાસ્ટાર મામૂટી અને જ્યોતિકાની ફિલ્મ કાથલને રિલીઝ પહેલા જ વિદેશોમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી છે.

રિલીઝ પહેલા જ મેગાસ્ટાર મામૂટી અને જ્યોતિકાની ફિલ્મ થઈ પ્રતિબંધિત, જાણો કારણ

ખબરી ગુજરાત મનોરંજન

Dinesh Rathod, Gujarat, Khabri media
Gujarat: Mammootty Film Kaathal Banned: મલયાલમ મેગાસ્ટાર મામૂટીએ તાજેતરમાં સુપરહિટ ફિલ્મ કન્નુર સ્ક્વોડ આપી છે. જેના પછી ચાહકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ કેટલાક દેશોમાં તેની આગામી ફિલ્મ કાથલ (Kaathal) જોવા મળી શકશે નહી. કેમ કે મામૂટી અને અભિનેત્રી જ્યોતિકાની Kaathal: The Core રિલીઝ પહેલા જ બે દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવી છે, જે જાણીને ઘણા ચાહકોને આંચકો પણ લાગી શકે છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

23 નવેમ્બર 2023ના રોજ રીલિઝ થવા જઈ રહેલી મામૂટી અને જ્યોતિકાની ફિલ્મ પર સમલૈંગિક કન્ટેન્ટ સામેલ હોવાને કારણે કતાર અને કુવૈતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આંચકો ફિલ્મ બિઝનેસ માટે મોટો પડકાર છે.

આ પણ વાંચો: જાણો, 22 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

નોંધનીય છે કે જ્યોતિકા એક દાયકા બાદ મલયાલમ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. કાથલનું નિર્દેશન જિયો બેબી દ્વારા કરવામાં આવ્યું છે અને આદર્શ સુકુમારન અને પોલસન સ્કેરિયા દ્વારા લખાયેલ છે, જેનું નિર્માણ મામૂટીએ મામૂટી કંપનીના બેનર હેઠળ દ્વારા કરવામાં આવ્યું છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.