દુનિયાની 10 સૌથી રહસ્યમય જગ્યાઓ, લોકોના પ્રવેશ પર છે પ્રતિબંધ

અજબ ગજબ ખબરી ગુજરાત

Mysterious Places : પ્રાકૃતિક સંસાધનોની સમૃદ્ધ પૃથ્વી પર ઘણી રહસ્યમયી જગ્યાઓ (Mysterious Places) આવેલી છે. ધરતી પર કેટલાક એવા રહસ્યો છે કે જેને ઉકેલવા માટે વૈજ્ઞાનિકો સતત પ્રયત્ન કરી રહ્યાં છે. પરંતું હજુ સુધી તેને ઉકેલી શક્યા નથી. આજે પણ વિશ્વમાં કેટલીય એવી રહસ્યમયી જગ્યાઓ આવેલી છે. જેના રહસ્યનું કારણ આજ સુધી અકબંધ છે. આજે અમે આપને આવી જ 10 રહસ્યમયી જગ્યાઓ (Mysterious Places) વિશે જણાવા જઈ રહ્યાં છીએ.

આ પણ વાંચો : ભારતના આ રહસ્યમય મંદિરોનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી

PIC – Social Media

સાંપોનો દ્વીપ, બ્રાઝિલ (Snake Island, Brazil)

બ્રાઝિલમાં આવેલા ઇલાહા દા ક્યુઇમાદા ટાપુ પર સાંપોનું સામ્રાજ્ય ફેલાયેલું છે. આ ટાપુ પર મોટી સંખ્યામાં સાંપ જોવા મળે છે. અહીં પ્રત્યેક 3 ફૂટે એકથી પાંચ સાંપ સરળતાથી જોવા મળે છે. તેની પાછળનું કારણ શું છે તે આજ સુધી જાણી શકાયું નથી. સાંપોની વધુ વસ્તીના કારણે આ ટાપુને સાંપોનો દ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. અહીં દુનિયામાં હજારો ઝેરીલા સાંપનું ઘર છે. બ્રાઝિલના નૌકાદળે પણ નાગરિકોને આ દ્વીપમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. આ દ્વીપ સાઓ પાઉલોથી માત્ર 20 માઇલને અંતરે આવેલો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ડેનાકિલ રણ, ઇથોપિયા (Danakil Desert, Ethiopia)

ઇથોપિયામાં સ્થિત ડેનાકિલ રણની ગરમી પૃથ્વી પર નરકની આગ જેવી લાગે છે. વિશ્વનું હવામાન દર થોડા મહિને બદલાતું રહે છે. ક્યારેક શિયાળો હોય છે તો ક્યારેક ઉનાળો હોય છે, પરંતુ આ સ્થળે લઘુત્તમ તાપમાન આખા વર્ષ દરમિયાન 48 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. કેટલીકવાર તાપમાન 145 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી જાય છે. અહીંની ગરમીને કારણે આ જગ્યાને ‘ક્રુએલેસ્ટ પ્લેસ ઓન અર્થ’ પણ કહેવામાં આવે છે. આ ગરમીના કારણે અહીંના તળાવોનું પાણી આખો સમય ઉકળતું રહે છે. આ રણ 62,000 માઈલથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. આવી સ્થિતિમાં અહીં કોઈનું પણ રહેવું અશક્ય છે.

ડેથ વેલી, અમેરિકા (Death Valley, America)

આ સ્થળ પણ કાળઝાળ ગરમી માટે જાણીતું છે. અહીં તાપમાન 130 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. વર્ષ 1913માં અહીં 134.06 ડિગ્રી સેલ્સિયસનું રેકોર્ડ તાપમાન નોંધવામાં આવ્યું હતું. અહીં એક વર્ષમાં સરેરાશ વરસાદ માત્ર 5 સે.મી. તે આસપાસ જ પડે છે. અહીં પાણી પણ જોવા મળતું નથી. તેથી આને વિશ્વની સૌથી ગરમ જગ્યા માનવામાં આવે છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ માટે રહેવું અશક્ય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ચોલુલાનો ગ્રેટ પિરામિડ (The Great Pyramid of Cholula)

આ પિરામિડ મેક્સિકોમાં આવેલો છે. તેની રહસ્યની વાત કરીએ તો, આજ સુધી કોઈને ખબર નથી કે આ પિરામિડ કોણે અને શા માટે બનાવ્યો. તેનો કોઈ ઈતિહાસ નથી. આ પિરામિડ એક મંદિર જેવો છે. તેમાં ચઢવા માટે સીડીઓ પણ છે. આ પિરામિડની ગણતરી વિશ્વના સૌથી મોટા પિરામિડમાં થાય છે.

બરમુડા ટ્રાયેન્ગલ (Bermuda Triangle)

બર્મુડા ટ્રાયેન્ગલને દુનિયાનું સૌથી ખતરનાક અને રહસ્યમય સ્થળ (Mysterious Places) માનવામાં આવે છે. તેના પર ઘણી ફિલ્મો પણ બની છે. અહીં ગુરુત્વાકર્ષણ ખૂબ જ મજબૂત છે. જો તેના પરથી કંઈપણ પસાર થાય છે, તો આ ત્રિકોણ તેને ભરખી જાય છે. એવું માનવામાં આવે છે કે “બરમુડા” બધું ગળી જાય છે. આ ત્રિકોણ ત્રણ સ્થાનોની વચ્ચે છે, જેના કારણે તેને બર્મુડા ટ્રાયેન્ગલ કહેવામાં આવે છે.

આ પણ વાંચો : માલદીવની મુશ્કેલી વધી, આ ટ્રાવેલ કંપનીનો મોટો નિર્ણય

બ્લડ ફોલ (Blood falls)

આ સ્થળ એન્ટાર્કટિકામાં આવેલું છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે અહીં આયર્નની માત્રા ખૂબ જ વધારે છે, જેના કારણે આ ધોધમાં પડતા પાણીનો રંગ લોહી જેવો લાલ છે. પરંતુ વૈજ્ઞાનિકો પોતે જ આ વાતની પુષ્ટિ કરી શકતા નથી.

કેન ક્રિસ્ટલ્સ (Cane Crystals)

કેન ક્રિસ્ટલ્સ કોલંબિયામાં આવેલી એક એવી જગ્યા છે જ્યાં ઉનાળામાં પાણી લાલ થઈ જાય છે. અહીં ઘણા વિચિત્ર વૃક્ષો અને છોડ પણ આવેલાં છે. અહીં જોવા મળતા છોડ બીજે ક્યાંય જોવા મળતા નથી.

મૃત સમુદ્ર (dead sea)

જોર્ડનમાં ડેડ સી તરીકે ઓળખાતો આ એક એવો દરિયો છે જેમાં કોઈ તરી શકતું નથી. જેવો વ્યક્તિ તેમાં તરવા જાય છે તે આપોઆપ ઉપરની તરફ આવે છે. તેમાં મીઠાનું પ્રમાણ ખૂબ વધારે છે. જેના કારણે તેમાં કોઈ જળચર પ્રાણીઓ રહેતા નથી. તેમાં માત્ર થોડા બેક્ટેરિયા જોવા મળે છે. તમે આ પાણી પી પણ નહીં શકો.

આ પણ વાંચો : ભારતના સૌથી સમૃદ્ધ મંદિરો, દર વર્ષે થાય છે કરોડોની આવક

ધ નાજકા લાઇન્સ (The Najka Lines)

નાઝકા લાઇન્સ નામનું સ્થળ પેરુમાં આવેલું છે. અહીં કેટલીક એવી રેખાઓ દોરવામાં આવી છે, જેને તમે જોશો તો તમને ક્યારેક માણસ દેખાશે, ક્યારેક કોઈ પ્રાણી તો ક્યારેક કંઈક બીજું. આમાં નવાઈની વાત એ છે કે નજીક જઈને જોશો તો કંઈ દેખાતું નથી. કારણ કે તે માત્ર ઊંચાઈ પરથી જ દેખાય છે. વર્ષોના સંશોધન પછી પણ તેના વિશે વધુ માહિતી મળી નથી. એટલું જ જાણવા મળ્યું છે કે તે ખૂબ જ જૂનું છે, તે ઈસ 400 અને 700 વચ્ચે બનાવવામાં આવ્યું હતું.

જેકબ વેલ (Jacob Well)

જેકબ્સ વેલ ખૂબ જ રહસ્યમય જગ્યા છે. અહીં અત્યાર સુધીમાં 100થી વધુ લોકો ગુમ થઈ ગયા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આટલા લોકો ગાયબ થઈ ગયા છત્તા પણ લોકો અહીં ફરવા અને નાહવા જાય છે. લોકો ક્યારેક તેમાં સ્નાન કરતી વખતે કેમ ગુમ થઈ જાય છે. આમાં લોકો કેમ અને કેવી રીતે અને ક્યારે ગાયબ થઈ જાય છે તે પાછળનું કારણ આજ સુધી જાણી શકાયું નથી. આ જગ્યા ‘વિમ્બલી’ અમેરિકામાં છે.