હ્રદય રોગના હુમલા સમયે મદદરૂપ બનવા રાજ્યભરના શિક્ષકોને (Teachers) સી.પી.આર. (CPR) તાલીમ અપાશે. રાજકોટ સિવિલ ખાતે

Rajkot: રાજકોટના પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકોને અપાશે CPRની તાલીમ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot News: હ્રદય રોગના હુમલા સમયે મદદરૂપ બનવા રાજ્યભરના શિક્ષકોને (Teachers) સી.પી.આર. (CPR) તાલીમ અપાશે. રાજકોટ સિવિલ ખાતે 03 ડિસેમ્બરના રોજ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકોને તબીબી તજજ્ઞો દ્વારા સી.પી.આર.ની તાલીમ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

હાલ નાની ઉમરે હૃદય રોગના હુમલાઓની વધતી સંખ્યાને ધ્યાને લઈ રાજ્ય સરકાર ચિંતીત છે. વિદ્યાર્થીઓને આવા કિસ્સામાં ઇમર્જન્સીમાં મેડિકલ સહાય મળે તે પૂર્વે મદદરૂપ બની તેઓનું અમૂલ્ય જીવન બચાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને પણ સી.પી.આર. ની તાલીમ આપવાનું જાહેર કરાયું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જેના અનુસંધાને આગામી તા. 03 ડિસેમ્બરના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષકો માટે સી.પી. આર.ની તાલીમનું આયોજન હાથ ધરાયુ છે. અહીંના કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની પાછળ આવેલા ઓડિટોરીયમ ખાતે સવારે 09:00 વાગ્યે તબીબી તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે તેમ સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું છે.

આ પણ વાંચો: રાજકોટ જિલ્લાના ખેડૂતો આ રીતે મેળવી શકે છે, સરકારની તાર ફેન્સીંગ યોજનાનો લાભ

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.