ગિરનારની લીલી પરિક્રમામાં લાખો યાત્રિકો આવતા રૂટ પર વિવિધ જગ્યાએ એકત્ર થયેલ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર કરી ગિરનાર આસપાસના વિસ્તારને સ્વચ્છ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિયાન હાથ ધરાયું છે.

ગિરનાર પરિક્રમા રૂટ પર વન વિભાગ દ્વારા યોજાયું સફાઈ અભિયાન

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh News: ગિરનારની લીલી પરિક્રમા (Girnar Parikrama)માં લાખો યાત્રિકો આવતા રૂટ પર વિવિધ જગ્યાએ એકત્ર થયેલ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર (Cleaning drive) કરી ગિરનાર આસપાસના વિસ્તારને સ્વચ્છ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિયાન હાથ ધરાયું છે. ગિરનારની 36 કિમીની પરિક્રમાના રૂટ પર પ્લાસ્ટિક સહિત કચરો એકત્ર કરી બહાર ડમ્પીંગ કરવાની કામગીરી ચાલી રહી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જૂનાગઢ વન વિભાગ (Forest Department) તળેના ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ચાલુ વર્ષે ગિરનાર લીલી પરિક્રમા-2023 અંતર્ગત પરિક્રમામાં આવેલ શ્રધ્ધાળુઓ દ્વારા પરિક્રમા રૂટના જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક તથા કચરાના નિકાલ માટે નાયબ વન સંરક્ષક, જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢની સુચના અને માર્ગદર્શન હેઠળ પરીક્ષેત્ર વન અધિકારી, ડુંગર ઉત્તર પરીક્ષેત્ર, જૂનાગઢએ તેમના કાર્યવિસ્તારમાં આવતા પરિક્રમા રૂટ ઝીણા બાવાની મઢીથી માળવેલા ઘોડી વિસ્તારમાં રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ)ના 280 તાલીમાર્થીઓ અને વન વિભાગના સ્ટાફ દ્વારા અલગ-અલગ ટુકડીઓ બનાવી ગિરનાર જંગલ વિસ્તારમાંથી અંદાજિત 1.5 ટન, જાંબુડી રાઉન્ડ વિસ્તારમાં વન વિભાગના મજુરો તથા આસપાસના ગામના 122 લોકો સાથે અલગ-અલગ ટુકડીઓમાં અંદાજિત 17 ટન, પાટવડ રાઉન્ડ વિસ્તારમાં વન વિભાગના સ્ટાફ અને કરિયા ગામના 21 ગ્રામજનો દ્વારા અંદાજિત 1 ટન જેટલો કચરો એકઠો કરવામાં આવેલ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તેમજ પરીક્ષેત્ર વન અધિકારી, ડુંગર ઉત્તર પરીક્ષેત્ર, જૂનાગઢએ તેમના કાર્યવિસ્તારમાં આવતા પરિક્રમા રૂટના બોરદેવી ખાતે આજ રોજ રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ)ના 150 તાલીમાર્થીઓ અને વન વિભાગના સ્ટાફ દ્વારા અલગ-અલગ 121 ટુકડીઓમાં ગિરનાર જંગલ વિસ્તારમાંથી પ્લાસ્ટિક તથા કચરો એકઠો કરવાની કામગીરી ચાલુ છે.

આમ, વન વિભાગના સ્ટાફ, પોલીસ તાલીમાર્થીઓ, આસપાસના ગામ લોકો સાથે મળી અંદાજિત 19.5 ટન જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગિરનાર સ્વચ્છ અભિયાનની કામગીરીનું સંકલન જૂનાગઢ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. નાયબ વન સંરક્ષક અક્ષય જોશીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સમગ્ર રૂટ સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી આ કામગીરી સંસ્થાઓના સહયોગથી ચાલુ રહેશે.

આ પણ વાંચો: આરોગ્ય વિભાગ કરશે World AIDS Dayની ઉજવણી, જાણો શું છે HIV?

કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા એ જણાવ્યું હતું કે ગિરનારમાં ખાસ કરીને રૂટ પર વિવિધ જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચાલુ છે. કલેકટર તેમજ વન વિભાગના અધિકારીઓ આ ઉપરાંત સાધુ સંતો અને સંસ્થાઓના પ્રતિનિધિ હોઈએ ગઈકાલે રૂટની મુલાકાત લીધી હતી અને પ્રતિકાત્મક રીતે સફાઈ અભિયાન કરી સ્વચ્છતાનું કાર્ય કરી રહેલા સ્વયંસેવકો અને કર્મચારીઓને પ્રોત્સાહન આપી બીરદાવ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.