સેનાના જવાનોના અપ્રતિમ સાહસ, શૌર્ય, અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવા સમગ્ર દેશમાં પ્રતિ વર્ષ 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ'ની (Armed Forces Flag Day) ઉજવણી કરવામાં આવે છે.

સશસ્ત્ર સેના ધ્વજ દિનના ભંડોળમાં ફાળો આપવા નાગરિકોને હાકલ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: સેનાના જવાનોના અપ્રતિમ સાહસ, શૌર્ય, અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવા સમગ્ર દેશમાં પ્રતિ વર્ષ ‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ની (Armed Forces Flag Day) ઉજવણી કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં અધિક નિવાસી કલેકટર એસ.જે. ખાચરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસના ભંડોળમાં ફાળો આપીને જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ તેમણે તમામ નાગરિકોને આ નિમિત્તે યથાશક્તિ ફાળો આપવા અનુરોધ કર્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ તકે રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ પુનર્વસવાટ અધિકારી કમાન્ડર પવન કુમાર, રેખાબેન એ. દુદકિયા, ગજેન્દ્રસિંહ ચાવડા, કિરણભાઈ ભટ્ટી, વિજયભાઈ ખોખર, એનસીસીના કેડેટ્સ વગેરે ઉપસ્થિત રહયા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

નોંધનીય છે કે, રાષ્ટ્રની રક્ષા માટે બલિદાન આપનાર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુદ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સેવાનિવૃત્ત સૈનિકોના પુનર્વસવાટ અને તેઓના પરિવારજનો માટે વિવિધ કલ્યાણકારી કાર્યોમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો: સુપ્રીમનો સરકારને સવાલ: આસામમાં 1966 અને 1971 વચ્ચે કેટલા બાંગ્લાદેશીઓને આપવામાં આવી નાગરિકતા?

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.