મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

ખબરી ગુજરાત ગુજરાત

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો હિતને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રવિ સીઝનમાં પાકની પાણી જરૂરિયાત લક્ષમાં લઈને નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપશે.

આ પણ વાંચો – 145 વર્ષ પહેલા આ દિવસે રમાઈ હતી પ્રથમ ટેસ્ટ મેચ, જાણો ક્રિકેટનો ઈતિહાસ

PIC – Social Media

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. રવિ સીઝનમાં પાકની પાણી જરૂરિયાત લક્ષમાં લઈને નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી અપાશે. ગુજરાતમાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે રવિ પાકના વાવેતર બાદ સિંચાઈની મુશ્કેલી ન સર્જાય અને ખેડૂતોના પાકને નુકસાન ન પહોંચે તે માટે ગુજરાત સરકારે સિંચાઈને લઈ મહત્વનો નિર્ણય લીધો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મુખ્યમંત્રીએ સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા તથા રવિ સીઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાત લક્ષમાં લઈને એવો નિર્ણય કર્યો છે કે ધરતીપુત્રોને 31 માર્ચ 2024 સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતો તથા જનપ્રતિનિધિઓએ આ સંદર્ભમાં કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ આ કિસાન હિતકારી નિર્ણય કર્યો છે.