કરોડોની લોન્ડરિંગ: ચીની કંપની Vivo સામે EDની મોટી કાર્યવાહી

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

આજે એટલે કે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વીવો અને તેની સાથે સંકળાયેલી કેટલીક અન્ય કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપોની તપાસના સંબંધમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ થઇ છે. EDએ આ ચાર્જશીટમાં અનેક તથ્યો રજૂ થયા છે.
મની લોન્ડરિંગ વિરોધી કાયદાની ફોજદારી કલમો હેઠળ ગઈ કાલે વિશેષ અદાલત સમક્ષ ફરિયાદ પક્ષની ફરિયાદ દાખલ થઇ હતી. સમગ્ર મામલામાં ધરપકડ કરાયેલા લોકો સિવાય વિવો-ઈન્ડિયાને પણ EDની ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. જે બાદ આજે પ્રથમ ચાર્જશીટ રજૂ કરેલ છે.

ચાર લોકોની થઈ હતી ધરપકડ
EDએ સ્પેશિયલ કોર્ટમાં તેના રિમાન્ડમાં કહ્યું હતું કે ધરપકડ કરાયેલા ચાર લોકોની કથિત ગતિવિધિઓને કારણે Vivo-Indiaને ખોટી રીતે લાભો પૂરા પાડ્યા હતા. આ પગલું ભારતની આર્થિક સંપ્રભુતા માટે નુકસાનકારક તો હતું. જે બાદ EDએ કહ્યું કે ભારતમાં ટેક્સ ભરવાથી બચવા માટે Vivo-India દ્વારા 62,476 કરોડ રૂપિયાની મોટી રકમ ગેરકાયદેસર રીતે ચીનમાં ટ્રાન્સફર કર્યા હતા.

મની લોન્ડરિંગની ફરિયાદ બાદ તપાસ એજન્સી EDએ હાલમાં જ સમગ્ર કેસમાં લાવા ઈન્ટરનેશનલ મોબાઈલ કંપનીના એમડી હરિઓમ રાય સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિન ગર્ગ અને રાજન મલિક અને ચીની નાગરિક ગુઆંગવેન ઉર્ફે એન્ડ્ર્યુ કુઆંગનો સમાવેશ થાય છે.

નકલી દસ્તાવેજો અને ખોટી ઓળખના આરોપો
દિલ્હી પોલીસની FIRનો અભ્યાસ કર્યા પછી, EDએ Vivoની પેટાકંપની ગ્રાન્ડ પ્રોસ્પેક્ટ ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડ (GPICPL) વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે GPICPL અને તેના શેરધારકોએ ડિસેમ્બર 2014માં કંપનીની રચના સમયે નકલી દસ્તાવેજો અને ખોટી ઓળખનો ઉપયોગ કર્યો હતો.

લાવા ઈન્ટરનેશનલ મોબાઈલ કંપનીના એમડી હરિઓમ રાયે કોર્ટને કહ્યું હતું કે તેમની કંપની દેશના હિતમાં તમામ સિદ્ધાંતોનું પાલન કરે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમની કંપની અને Vivo-India એક દાયકા પહેલા ભારતમાં સંયુક્ત સાહસ શરૂ કરવા જઈ રહ્યા હતા, પરંતુ 2014 પછી તેમને ચીનની કંપની કે તેના પ્રતિનિધિઓ સાથે કોઈ લેવાદેવા છે જ નહીં

એમડી હરિઓમ રાયના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે કંપનીને ન તો કોઈ નાણાકીય લાભ મળ્યો છે અને ન તો તે Vivo સંબંધિત કોઈ એન્ટિટી સાથે કોઈ વ્યવહારમાં સામેલ છે.