Israel-Hamas War: યુદ્ધને લઈ પ્રિયંકા ગાંધી ભડકી, કહ્યું…

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat :

Israel-Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ છે. ત્યારે દુનિયાના અનેક દેશો યુદ્ધ વિરામની તરફેણમાં છે. બંને બાજુથી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારે ભારતમાં પણ આ યુદ્ધ પર વિરામ લાગે તેને લઈ માંગ ઉઠી છે. કોંગેસ નેતા પ્રિયંકા ગાંધીએ ઘણીવાર ઇઝરાયલ અને હમાસ યુદ્ધને લઈ નિવેદન આપ્યું છે. ત્યારે વધુ એક વાર ટ્વિટર પર નિવેદન આપતા લખ્યું છે, કે “આશરે 10 હજાર લોકો, જેમાં 5 હજારથી વધુ બાળકોનો સમાવેશ થાય છે. તેમનો નરસંહાર કરવામાં આવ્યો છે.”

આ પણ વાંચો : જાણો, 05 નવેમ્બરનો ઈતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

PIC – Social Media

ઇઝરાયલ-હમાસ યુદ્ધ પર પ્રિયંકા ગાંધીનું નિવેદન

તેઓએ કહ્યું, કે, આ ખુબ જ શરમજનક છે. અનેક પરિવારો ખતમ થઈ ગયા. હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ પર બોમ્બ ફેંકવામાં આવ્યાં. શરણાર્થી શિબિરો પર હુમલા કરવામાં આવ્યાં છે અને છત્તાં પણ ‘ફ્રી’ વર્લ્ડના કહેવાતા નેતા ફિલિસ્તીનમાં થઈ રહેલા નરસંહારને સમર્થન આપી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ કરવું જોઈએ નહિતર તેનો નૈતિક આધાર જ નહિ રહે. જણાવી દઈએ, કે આ પહેલા પણ પ્રિયંકા ગાંધી આ મામલે નિવેદન આપી ચૂકી છે. જો કે ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા માટે યુનાઇટેડ નેશનમાં કેટલાક દિવસો પહેલા વોટિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ આ વોટિંગની પ્રક્રિયામાં ભારતે ભાગ લીધો નહોતો.

આ પણ વાંચો : Mehsana : દુધના ટેન્કર ચાલકે 4 માનવ જિંદગી કચડી નાખી

આ મામલે પ્રિયંકા ગાંધીએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, હતુ કે તે ભારતના આ વલણથી આશ્ચર્યમાં છે. તેઓએ કહ્યું કે વોટિંગમાં ભાગ ન લેવો અહિંસા, ન્યાય અને શાંતિના તે સિદ્ધાંતોનું ખંડન કરે છે, જેની ભારતે ઐતિહાસિક રૂપે વકિલાત કરી છે. જણાવી દઈએ, કે અનેક મુસ્લિમ સંગઠનો દ્વારા અને અલગ અલગ રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા સતત આ બાબતે નિવેદન મારો ચલાવાઈ રહ્યોં છે. ઉલ્લેખનયી છે કે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલમાં ઘુષણખોરી કરી હતી અને સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યાર બાદ ઇઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દીધું હતુ.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.